- મધ્યપ્રદેશના તુલસાબાઈ બન્યાં વેક્સિન લેનારા સૌથી વધુ વયનાં વ્યક્તિ
- પહેલા સૌથી વધુ વયના મહિલા બેંગલુરુના 103 વર્ષીય જે કમેશ્વરી હતાં
- તુલસાબાઈએ સમગ્ર દેશના લોકોને વેક્સિન લેવા પ્રેરિત કર્યા
સાગર (મધ્યપ્રદેશ): જિલ્લાના સદરપુર ગામમાં રહેનારા 118 વર્ષીય મહિલા તુલસાબાઈએ કોરોના વેક્સિન લીધી છે. આ સાથે તેઓ કોરોના વેક્સિન લેનારા સૌથી વધુ વયના મહિલા બની ગયા છે. કોરોના વેક્સિન લીધા પછી તુલસાબાઈએ બુંદેલી કહ્યું કે, અમે તો વેક્સિન લઈ લીધી હવે અન્ય લોકો પણ લઈ લે. તેમને કોઈ તકલીફ નથી પડી. આ સાથે જ તેમણે સમગ્ર દેશને વેક્સિન લેવા માટે પ્રેરિત કર્યા છે.
આ પણ વાંચોઃઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
ખિમલાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસી લેવા ગયાં હતાં તુલસાબાઈ
118 વર્ષીય મહિલા તુલસાબાઈ સાગર જિલ્લાના ખિમલાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવિડ-19ની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ગયાં હતાં. આધાર કાર્ડમાં બતાવ્યા પ્રમાણે તુલસાબાઈની જન્મતારીખ 1 જાન્યુઆરી 1903 છે.
આ પણ વાંચોઃBAPSના વડા મહંત સ્વામી સહિત વરિષ્ઠ સંતોએ કોરોનાની રસી લીધી
દેશમાં અત્યાર સુધી 7.60 કરોડ લોકોનું વેક્સિનેશન થયું
દેશમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 7.60 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે. માં દેશના ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી વધુના લોકો શામેલ છે. દેશમાં શરૂઆતમાં હેલ્થ વર્કર્સને કોવિડ-19 વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ 60 વર્ષથી વધારે વયના લોકો અને હવે 45 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે.