- ગત સપ્તાહમાં દુનિયામાં 34 લાખ કોરોના કેસો સામે આવ્યા
- મૃત્યુંમાં આવી રહ્યો છે ઘટાડો
- રસીકરણ ઝડપી બનાવવુ જરૂરી
જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના અનુસાર પાછલા અઠવાડિયે દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમણના 34 લાખ કેસ સામે આવ્યા છે ,જે તેના પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ જણાવ્યું કે મૃત્યુની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે અને ગત સપ્તાહમાં લગભગ 57 હજાર લોકોના મૃત્યું થયા છે.
પશ્વિમી પ્રશાંત અને યુરોપીય ક્ષેત્રમાં કેસમાં વધારો
WHOએ જણાવ્યું કે આ દરથી આગલા ત્રણ સપ્તાહમાં વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ કેસ 20 કરોડની ઉપર જવાની આંશકા છે. વિશ્વ નિકાયએ રેખાકિંત કર્યું છે કે પશ્વિમી પ્રશાંત અને યુરોપીય ક્ષેત્રમાં કોવિડ-19ના કેસ સૌથી વધુ વધ્યા છે. પાછલા અઠવાડિયે કોરોનાના સૌથી વધુ કેસ ઇંડોનેશિયા, બ્રિટેન, બ્રાઝીલ,ભારત, અને અમેરીકામાં આવ્યા હતા.