રાયચુર:ગુરુ અને શિષ્યના સબંધને લાંછન લગાડે એવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાકર્ણાટકના રાયચુર (Raichur in Karnataka)જિલ્લાની છે. જ્યાં એક શિક્ષકે વિદ્યાર્થી પર ગરમ પાણી ફેંક્યું (teacher threw hot water on the student)અને તેને અધમરો કરી દીધો, આ કિસ્સો મોડેથી પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના 2 સપ્ટેમ્બરના રોજ, મસ્કી તાલુકામાં સંતેકલ્લુરની શ્રી ગણમથેશ્વર વરિષ્ઠ પ્રાથમિક શાળામાં(Sri Ganamtheswara Senior Primary School, Santekallur) બની હતી.શિક્ષક પર આરોપ છે કે,શિક્ષક હુલિગેપ્પાએ ધોરણ 2 ના વિદ્યાર્થી પર શાળાના ગણવેશમાં શૌચ કરવા બદલ ગરમ પાણી ફેંક્યું હતું. ગરમ પાણીના કારણે વિદ્યાર્થીનું 40% શરીર બળી ગયું હતું. ઘટના બાદ જાણવા મળ્યું છે કે, ગંભીર આરોપોનો સામનો કરી રહેલા શિક્ષક શાળામાંથી ગેરહાજર છે.
કર્ણાટકમાં શિક્ષકે ધોરણ 2ના વિદ્યાર્થી પર ઉકળતું પાણી ફેંક્યું - શિક્ષકે વિદ્યાર્થી પર ગરમ પાણી ફેંક્યું
શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 7 વર્ષના બાળક પર શિક્ષકે ગરમ પાણી રેડ્યું હતું. બાળકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયા છે.Raichur in Karnataka, teacher threw hot water on the student,Sri Ganamtheswara Senior School Santekallur
કર્ણાટકમાં શિક્ષકે ધોરણ2 ના વિદ્યાર્થી પર ઉકળતું પાણી ફેંક્યું
માતા પિતા પર દબાણ:ઇજાગ્રસ્ત બાળકને લિંગસુગુરુ હોસ્પિટલમાં, સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં, માતા પિતા દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરીયાદ નોધાવવામાં આવી નથી. જેના કારણે અનેક શંકાઓ જન્મી છે. એવી પણ અફવા છે કે, છોકરાના માતા-પિતા પર પ્રભાવશાળી લોકો દ્વારા ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજકીય વઘ ધરાવતા લોકોના લીધે સભ્સ સમાજમાં આવા કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે. જે માનવ સમાજ માટે કલંકરૂપ છે.