- ઓક્સિજન પ્લાન્ટને લઇ અભિનેતા સોનુ સુદની જાહેરાત
- દેશના 16થી 18 રાજ્યમાં સ્થાપશે Oxygen plant
- સપ્ટેમ્બર મહિના સુધીમાં કરી દેશે કામ પૂરું
નવી દિલ્હીઃ Bollywood actor સોનુ સુદે જાહેરાત કરી છે કે, તેઓ દેશના 16થી 18 રાજ્યોમાં Oxygen plant સ્થાપશે. જોકે, Sonu Sood Team સોનુ સુદની ટીમે આ અંગે કામ પણ શરૂ કરી દીધું છે, જે સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થશે.
કોરોના કાળમાં દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ હતું તે હતું સોનુ સુદ
Sonu Sood ફિલ્મોમાં ભલે વિલનનું કામ કરતા હોય, પરંતુ રિયલ લાઈફમાં તેઓ સાચા હીરો તરીકે ઉભરી આવ્યા છે. સોનુ સુદે અત્યાર સુધી અનેક કોરોનાના દર્દીઓની સેવા કરી છે. તેમણે અનેક પરપ્રાંતીયોને તેમના ઘરે જવા માટે મદદ કરી છે. તો અન્ય લોકોને નોકરી અપાવવામાં પણ ઘણી મદદ કરી છે. સોનુ સુદના ઘરની બહાર રોજ હજારોની સંખ્યામાં લોકો મદદ માગવા આવતા હોય છે. તમામ લોકોને સોનુ સુદ મદદ કરે છે.
આ પણ વાંચોઃ
અભિનેતા સોનુ સુદ સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત
16થી 18 રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની Sonu Soodની જાહેરાત
સોનુ સુદ હવે દેશભરમાં 16થી 18 રાજ્યોમાં Oxygen plant સ્થાપવાની જાહેરાત કરી છે. આ અંગે સોનુ સુદે ટ્વિટર પર એક વીડિયો પણ મુક્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટનું કામ સપ્ટેમ્પર સુધી પૂર્ણ થશે. સોનુ સુદે ઓક્સિજન પ્લાન્ટ અંગે કહ્યું હતું કે, અમે તમામ રાજ્યોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્લાન્ટ જરૂરિયાતમંદ હોસ્પિટલની નજીક લગાવવામાં આવશે, જેમાં 150-200 બેડ્સ હશે. ત્યારબાદ આ તમામ હોસ્પિટલ્સમાં ક્યારેય પણ ઓક્સિજનની અછત નહીં પડે. મને આશા છે કે, આ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછતથી કોઈનો પણ જીવ નહીં જાય.
કેટલા ઓક્સિજન પ્લાન્ટ લગાવશે તેની માહિતી સોનુ સુદે નથી આપી
જોકે, સોનુ સુદ કેટલા મોટા Oxygen plant લગાવશે તે અંગે માહિતી નથી આપી, પરંતુ એક રિપોર્ટ અનુસાર, 200 બેડવાળી હોસ્પિટલ માટે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જો સોનુ સુદ 18 પ્લાન્ટ લગાવશે તો કુલ 9 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સોનુ સુદે જણાવ્યું હતું કે, આપણે Corona third wave ત્રીજી લહેરની રાહ જ કેમ જોઈએ. તેની પહેલા જ તમામ વ્યવસ્થા કરી દઈએ.
આ પણ વાંચોઃ પરીક્ષા રદ કરવાની વિદ્યાર્થીઓની માગને સોનુ સુદે સમર્થન આપ્યું