ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશમાં 8 વર્ષની બાળકીએ ચતુરાઈથી પોતાનો અને પરિવારનો જીવ બચાવ્યો

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. ત્યારે અનેક લોકો ગુમ પણ થઈ ગયા છે. અહીં ગુમ થયેલા લોકોની તપાસમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધી સૌથી વધારે મૃતદેહ શાહપુરના બોહમાં રૂપેહડ ગામમાંથી મળ્યા છે. જોકે, કાટમાળમાં દબાયેલી એક બાળકીની ચતુરાઈએ ફક્ત તેની જ નહીં પરંતુ તેના પરિવારને પણ સુરક્ષિત રીતે બચાવી લીધો છે.

હિમાચલ પ્રદેશમાં 8 વર્ષની બાળકીએ ચતુરાઈથી પોતાનો અને પરિવારનો જીવ બચાવ્યો
હિમાચલ પ્રદેશમાં 8 વર્ષની બાળકીએ ચતુરાઈથી પોતાનો અને પરિવારનો જીવ બચાવ્યો

By

Published : Jul 14, 2021, 4:15 PM IST

  • હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં વરસાદના કારણે આવેલા પૂરે મચાવી તબાહી
  • શાહપુરના બોહમાં રૂપેહડ ગામમાંથી અનેક મૃતદેહ મળ્યા
  • કાટમાળમાં દબાયેલી બાળકીએ ચતુરાઈથી પોતાનો અને પરિવારનો બચાવ્યો જીવ

ધર્મશાળાઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા જિલ્લામાં ભારે વરસાદ પછી ખૂબ જ તબાહી મચી હતી. ચારે તરફ તબાહીના કારણે અનેક મકાન ધરાશાયી થયા છે. આ સાથે જ અનેક સ્થળ પર ગટર, રસ્તાઓ અને પૂલ પણ વહી ગયા છે. તો અત્યાર સુધી 6થી વધુ મૃતદેહ મળ્યા છે. તો હજી પણ અનેક લોકો ગુમ છે.

આ પણ વાંચો-હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ

અનેક લોકો હજી પણ ગુમ છે

ગુમ થયેલા લોકોની તપાસ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હજી પણ અનેક લોકો કાટમાળમાં ફસાયેલા છે. તો અત્યાર સુધી સૌથી વધુ મૃતદેહ શાહપુરના બોહમાં રૂપેહડ ગામમાંથી મળ્યા છે. અહીં 5 મૃતદેહ મળ્યા છે. જ્યારે 5 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. આમાં 7 અને 8 વર્ષની 2 બાળકીઓ પણ છે. 8 વર્ષની વંશિકાને સોમવારે મોડી રાત્રે ગ્રામીણોએ રેસ્ક્યૂ કરી હતી. આ બાળકી અને પરિવારનો જીવ સમજદારી અને ચતૂરાઈથી બચ્યો છે.

આ પણ વાંચો-Himachal Pradesh: ભૂસ્ખલનની ઘટનામાં ગુમ થયેલા સૂફી સિંગર મનમિત સિંહનો કાંગડામાંથી મળ્યો મૃતદેહ

બાળકીએ ફોન કરી ટીચરને કરી હતી જાણ

રેસ્ક્યૂ કરાયેલી બાળકી ત્રીજા ધોરણની વિદ્યાર્થિની છે. વરસાદ પછી પર્વતથી કાટમાળ નીચે ઉતરી ગયો છે. તે દરમિયાન આસપાસ ઘરોમાં હાજર 15 લોકો કાટમાળમાં ફસાયેલા હતા. વંશિકા પણ કાટમાળ આવ્યા પછી પોતાના પરિવાર સાથે એક રૂમમાં ફસાઈ હતી. જોકે, પોતાને ફસાયેલી જોતા બાળકીએ મોબાઈલથી પોતાના ટીચરને ફોન કર્યો હતો અને પોતાના ફસાવાની જાણકારી આપી હતી. ત્યારબાદ મોડી રાત્રે પરિવાર સહિત બાળકીને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. પરિવારને સ્થાનિક હોસ્પિટમલાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યારે બાળકીને સારવાર માટે ચંદીગઢ PGIમાં દાખલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details