- ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને BJP આમને સામને
- ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર સાંધ્યો નિશાનો
દિલ્હી : હિન્દૂ ધર્મને લઈને વિવાદિત નિવેદન આપવાવાળા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાસ ઈટાલીયાએ BJP પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત સરકાર પર નિશાનો સાંધ્યો હતો.
CM કેજરીવાલનુ ટ્વીટ
ગોપાલ ઈટાલીયાની રીટ્વીટ કરતા મુખ્યપ્રધાન કેજરીવાલએ લખ્યુ હતુ કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે. પરિવારના લોકોને ખાસ કરીને મહિલાઓને ધમકાવવુ ખોટુ છે. ગુજરાતના લોકો શાંતિપ્રિય છે અને તેમને અંહિસા ગમે છે. આ પ્રકારની રાજનીતિ ગુજરાતના લોકોને જરા પણ પસંદ નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને BJP આમને સામને આ પણ વાંચો : Ear tag: પશુઓના આધારકાર્ડ દ્વારા પશુઓની વિગતો મેળવી શકાશે
ગોપાલ ઈટાલિયાનું ટ્વીટ
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હાલમાં જ સીઆર પાટીલના ગુંડાઓએ મારી ગેરહાજરીમાં સુરતમાં મારા ઘરે જઈને મારી માતા, મારી બહેનને ધમકાવી હતી. ગુંડાઓએ સોસાયટીમાં ધમાલ અને લોકો સાથે હાથાપાઈ કરી હતી. ભાજપ મારા પરિવારને રાજકારણમાં ઘસેડી રહી છે જેના કારણે મને ખુબ જ દુ:ખ થયું હતું.
શું છે પૂરી બાબત
ગોપાલ ઈટાલિયાનો આરોપ છે કે મારી માતાને ભગવતગીતા આપવાના બહાને ભાજપા સમર્થિત હિન્દૂ યુવા વાહિનીના કાર્યકરો તેમના ઘરે હંગામો કર્યો હતો, એટલું જ નહીં મારી માતા-બહેન સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. જોકે આ મામલે હિન્દૂ યુવા સંગઠનનુ કહેવું છે કે, અમે તેમને ભગવતગીતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલિસે હિન્દૂ યુવા વાહિની સાથે જોડાયેલા અમિત આહિર અને વિકાસ આહિરની ધરપકડ કરી હતી. ઈટાલીયાએ આ બબાતે ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલ પર પણ નિશાનો સાંધ્યો હતો. આ મામલે પકડાયેલા અમિત અને આહિરનું ફોટા સીઆર પાટીલ સાથે છે.
આ પણ વાંચો : DyCMની બે અગત્યની જાહેરાત : 11 માળની નવી હોસ્પિટલ અને લેપ્રેસીમાં હોસ્પિટલની જાહેરાત
કોણ છે ગોપાલ ઈટાલીયા
31 વર્ષના ગોપાલ ઈટાલિયાએ ભ્રષ્ટચારની વિરુદ્ધ પોતાની નોકરી છોડીને રાજનીતિમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયા 2017 સુધી સરકારી નોકરીમાં રહ્યા હતા. 2012માં ગોપાલ ગુજરાત પોલિસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેમણી નિમણુંક રેવન્યું વિભાગમાં થઈ હતી પણ તે અહીંયા પણ 2017 સુધી ક્લર્ક તરીકે કામ કરી શક્યા. આ પદ પર રહીને તેમણે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો જેના કારણે તેમણે નોકરી છોડવી પડી હતી. તેમણે યુવાનોને ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃત કરવા માટે અભિયાન પણ ચલાવ્યું હતું. ફેબ્રુઆરી 2020માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા