ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ

લોકડાઉનથી ઘણા ગરીબ લોકોને ભૂખમરાની આરે લાવ્યા છે અને ગરીબીની રેખા નીચે જીવતા પરિવારો સરકાર પાસે મદદ માટે તલપાપડ થતા જોવા મળ્યા છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં 'સહાય' નામનું એક ગૃપ અનાજ પીરસાવીને જરૂરતમંદોને મદદ કરી રહ્યું છે.

ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ
ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ

By

Published : Jun 17, 2021, 6:03 AM IST

  • કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં ‘સહાય’ ટીમ કાર્યરત
  • લોકડાઉનમાં જરુરીયાતમંદ લોકોને પહોંચાડે છે ભોજન
  • ‘સહાય’ ગૃપનો મુખ્ય હેતુ ભુખ્યા લોકોને ભોજન પહોંચાડવું

કર્ણાટકઃ રાજ્યવ્યાપી લોકડાઉનના અમલીકરણથી લોકોને મુશ્કેલી ઉભી થઈ છે. અસંગઠિત ક્ષેત્રમાં દૈનિક વેતન મેળવનારા અને કામદારોએ ઘણી અસુવિધા સહન કરી છે અને ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લોકડાઉનથી ઘણા ગરીબ લોકોને ભૂખમરાની આરે લાવ્યા છે અને ગરીબીની રેખા નીચે જીવતા પરિવારો સરકાર પાસે મદદ માટે તલપાપડ થતા જોવા મળ્યા છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં 'સહાય' નામનું એક ગૃપ અનાજ પીરસાવીને જરૂરતમંદોને મદદ કરી રહ્યું છે. જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને 'સહાય' ની ટીમ તેના ઘરે ખોરાક પહોંચાડીને મદદ કર છે. ગૃપને મદદ માટે કોલ કરવાથી યુવાનોનું એક ગૃપ ભોજનની કીટ લઈને તમારા ઘરના દરવાજે પહોંચી જાય છે.

ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ

લોકડાઉનમાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને પહોંચાડે છે ભોજન

‘સહાય ’ગૃપના સભ્ય મોહમ્મદે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ છે કે, લોકડાઉન થવાને કારણે લોકો ઘરમાં કવોરેનટાઈન હતા. લોકોને જમવાનું નથી મળતુ, જોકે તેઓ પૈસા આપવા માટે પણ તૈયાર છે. જે લોકો ઘરમાં ક્વોરેન્ટાઇનમાં હોય છે તેઓ ખોરાક માટે કોલ કરી રહ્યા છે, અમે આવા લોકોને ખોરાકની સપ્લાય કરીએ છીએ. કોઈ જરુરિયાતમંદ લોકોએ સહાય ગૃપને સવારના નાસ્તા માટે રાત્રે સંપર્ક કરવાનો રહેશે અને બપોરના જમવા માટે સવારે 10 વાગ્યે જાણ કરવી આવશ્યક છે.

આ પણ વાંચોઃછત્તીસગઢની કાલીન વેચાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે

ચિકમગલુર જિલ્લામાં સહાય ગૃપની 7 ટીમો કાર્યરત

સહાય ટીમના અન્ય એક સભ્ય અબ્દુલ હાજીના જણાવ્યાનુસાર ચિકમગલુર જિલ્લામાં સહાય ગૃપના 30 લોકોની 7 ટીમો કાર્યરત છે. જે ભોજન સાથે જરૂરીયાતમંદ દર્દીઓને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સહિત દવાઓ અને અન્ય આવશ્યક સામગ્રીની સપ્લાય કરી રહી છે.

‘સહાય’ ટીમ કરે છે પ્રશંસા પાત્ર કાર્ય

સહાય ટીમ ખોરાકનું વિતરણ કરતા પહેલા સારી રીતે ગોઠવે છે. તેઓ માર્ગોની સૂચિ બનાવે છે અને તેમના સભ્યોમાં કાર્યોનું વિતરણ કરે છે, સહાય ટીમની આ સામાજિક સેવાની તમામ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે અને ખરેખર તે આપણી પ્રશંસાને પાત્ર પણ છે.

આ પણ વાંચોઃઓડિસાના આઇનસ્ટાઇન, મિહિર કુમાર પાંડા

ABOUT THE AUTHOR

...view details