- છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો ખતરો દિલ્હી પહોંચ્યો
- આ તકરારનું મુખ્ય કારણ 50-50ની રમત છે, જે ફોર્મ્યુલા પર અઢી-અઢી વર્ષ માટે 2 મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા
- આ મુદ્દા પર મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પ્રધાન ટી. એસ. સિંહદેવની બેઠક રાહુલ ગાંધી સાથે થશે
નવી દિલ્હીઃ કોંગ્રેસની છત્તીસગઢ એકમમાં લાબા સમયથી ચાલી રહેલા જૂથવાદને ખતમ કરવાના પ્રયાસ અંતર્ગત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને રાજ્યના આરોગ્ય પ્રધાન ટી. એસ. સિંહદેવની સાથે બેઠક યોજશે.
આ પણ વાંચોઃશિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ પણ બેઠકમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, બઘેલ અને સિંહદેવ સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે અને મંગળવારે બંને નેતા રાહુલ ગાંધીને મળશે. આ મોકા પર કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ અને છત્તીસગઢ પ્રભારી પી. એલ. પુનિયા પણ હાજર રહે તેવી સંભાવના છે. તો દિલ્હી રવાના થવાથી બઘેલે રાયપુરમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી છે. વેણુગોપાલ સાથે બેઠક છે અને પ્રભારી પણ હાજર રહેશે.