બિહાર:બિહારના મધેપુરા સદર સબડિવિઝનના મુરલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રજની ગામને એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. મધેપુરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને લઈને એક વિચિત્ર ઘટના સામે આવી છે. પત્ની જાણ કર્યા વગર માતાના ઘરે ગયા બાદ ગુસ્સે ભરાયેલા પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને પોતાનો વિચ્છેદ થયેલો પ્રાઈવેટ પાર્ટ કુળદેવીને ચઢાવ્યો હતો. આવી ઘટના સામે આવી ત્યારે પોલીસ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી.
આ પણ વાંચો:Farrukhabad Wedding News : વરરાજા પૈસા ગણી ન શકતાં કન્યાએ લગ્ન કરવાનો કરી દીધો ઇનકાર
કુળદેવીને ચઢાવ્યો પ્રાઈવેટ પાર્ટ: એવું કહેવાય છે કે, રજની નયા નગર વોર્ડ નંબર 7માં રહેતા મહેન્દ્ર બાસુકીનો પુત્ર ક્રિષ્ના બાસુકી (27) મોડી સાંજે અચાનક ઉશ્કેરાઈ ગયો, જ્યારે તેની પત્ની તેને કહ્યા વગર છોડીને તેના માતાના ઘરે જતી રહી. આ પછી તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, પછી તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પોતાની કુળદેવીની જગ્યાએ ચઢાવ્યો. જ્યારે પરિવારજનોએ કુળદેવીની જગ્યા પર પ્રાઈવેટ પાર્ટ લોહીથી લથપથ જોયો તો તેમને શંકા ગઈ. પછી શું હતું, ઉતાવળમાં પરિવારના સભ્યોએ તેને મુરલીગંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યો. ત્યાં ગંભીર સ્થિતિ જોઈને ડોક્ટરે તેમને મધેપુરા જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજમાં રિફર કર્યા.
આ પણ વાંચો:Vadodara Crime News : સોશિયલ મિડીયામાં મિત્રો બનાવતા પહેલા સાવધાન, મિત્રતાની આડમાં કરાયું શોષણ
કોણ છે કૃષ્ણા બાસુકી: સંબંધીઓએ જણાવ્યું કે, કૃષ્ણા બાસુકી પંજાબના મંડીમાં રહે છે અને કામ કરે છે. આ રીતે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર પણ છે. કહેવાય છે કે, પુત્રનો જન્મ 3 મહિના પહેલા થયો હતો અને તે 2 મહિના પહેલા પંજાબથી પોતાના ઘરે આવ્યો હતો. સંબંધીઓ પતિ-પત્ની વચ્ચેના વિવાદને નકારે છે. આ અંગે જનનાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજમાં તૈનાત ડોક્ટર સંતોષ કુમારે જણાવ્યું કે, દર્દી કૃષ્ણા બાસુકીનો પ્રાઈવેટ પાર્ટ કપાઈ ગયો હતો, જેને ડોક્ટરે ટાંકા આપ્યા હતા. હવે તે ખતરાની બહાર છે. જો કે તેની શારીરિક સ્થિતિ પહેલા જેવી રહેશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી.