ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત - આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક

આસામમાં પૂરના (flood in Assam) કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. 27 જિલ્લાઓમાં લગભગ 7.18 લાખ લોકો અસરગ્રસ્ત છે. બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 7,334 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

By

Published : May 20, 2022, 7:26 PM IST

ગુવાહાટીઃ આસામમાં પૂરની (flood in Assam) સ્થિતિ વણસી ગઈ અને તેના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું. રાજ્યના 27 જિલ્લાઓ અને અહીં રહેતા લગભગ 7.18 લાખ લોકો પૂરથી પ્રભાવિત (flood situation in Assam ) થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક પૂર અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સિવાય કામપુરમાં વધુ બે લોકો ગુમ હોવાનું કહેવાય છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આ પણ વાંચો:દરિયાઈ મોજાથી પ્રભાવિત મૌસુની ટાપુના અસ્તિત્વ સામે ખતરો

પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને દસ થયો: આ સાથે આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને દસ થઈ ગયો છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ઓથોરિટીએ કહ્યું છે કે, પૂરને કારણે રાજ્યમાં 7,17,500 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. બજલી, બક્સા, બરપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, દારંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા હસાઓ, ગોલપારા, હૈલાકાંડી, હોજાઈ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલીગાંવ, નાજુલી નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લા પૂરથી પ્રભાવિત છે. નાગાંવમાં સૌથી વધુ 3.31 લાખ લોકો પ્રભાવિત થયા છે. તે પછી કચર (1.6 લાખ) અને હોજાલી (97,300) આવે છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

સમગ્ર રાજ્યમાં 63,970.62 હેક્ટરના પાકને નુકસાન: બુધવાર સુધીમાં, રાજ્યના 27 જિલ્લામાં પૂરના કારણે થયેલી તબાહીમાં 6.62 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઓથોરિટીએ કહ્યું કે હાલમાં 1790 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને સમગ્ર રાજ્યમાં 63,970.62 હેક્ટરના પાકને નુકસાન થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સત્તાવાળાઓ 14 જિલ્લામાં 359 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જ્યાં 80,298 લોકોને સહાયતા છે. જેમાં 12,855 બાળકોનો સમાવેશ થાય છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 7,334 લોકોને બહાર કાઢ્યા: એક બુલેટિનમાં જણાવાયું છે કે સેના, અર્ધલશ્કરી દળો, NDRF, SDRF, નાગરિક વહીવટીતંત્ર, પ્રશિક્ષિત સ્વયંસેવકો, અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને સ્થાનિક લોકોએ બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 7,334 લોકોને બહાર કાઢ્યા છે. અધિકારીઓએ 7,077.56 ક્વિન્ટલ ચોખા, કઠોળ અને મીઠું, 6,020.90 લિટર સરસવનું તેલ, 2,218.28 ક્વિન્ટલ ઘાસચારો અને અન્ય પૂર રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી, 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આ પણ વાંચો:flood in Assam: આસામમાં પૂરથી ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે

હેલિકોપ્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત: અધિકારીઓએ કહ્યું કે IAF હેલિકોપ્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત છે, જે પાણીના લીધે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા છે, કટોકટીની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ અને એરલિફ્ટની સપ્લાય કરવા માટે હેલિકોપ્ટર તૈનાત છે .

ABOUT THE AUTHOR

...view details