ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપ્યો PMના પત્રનો જવાબ - Imran Khan

પાકિસ્તાનના વડપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલા પત્રનો જવાબ આપ્યો હતો. જેમાં તેમને એકવાર ફરીથી કાશ્મીર મુદ્દો સામે રાખ્યો હતો.

પાક PM
પાક PM

By

Published : Mar 30, 2021, 9:10 PM IST

  • પાક PMએ આપ્યો PM મોદીના પત્રનો જવાબ
  • દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે નક્કર અને નિર્ણાયક વાટાધાટો કરવાની જરૂરિયાત
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરનો મુદ્દો મુખ્ય - પાક PM

નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રનો જવાબ આપ્યો હતો. જેમાં ઇમરાન ખાને લખ્યું છે કે, પાકિસ્તાન ભારતની જનતાને કોરોના મહામારી સામે લડવા માટે શુભકામના આપે છે. અમે માનીએ છીએ કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરનો મુદ્દો મુખ્ય છે.

આ પણ વાંચો - વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી

દરેક સમુદાયના મુદ્દા હલ કરવાની જરૂરિયાત

પાક વડાપ્રધાન ઇમરાન ખાને આ પત્રમાં લખ્યું હતું કે, આ દરેક સમુદાયના મુદ્દા હલ કરવાની જરૂરિયાત છે. ઇમરાન ખાને આ પત્રમાં ભાર આપતા લખ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે નક્કર અને નિર્ણાયક વાટાધાટો કરવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો -પાકિસ્તાનમાં ઇમરાન કેબિનેટના સાત સલાહકારો પાસે બે રાષ્ટ્રીયતા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details