ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

ન્યૂઝ ડેસ્કઃ 11 ડિસેમ્બર 2020ને શુક્રવારના મહત્વના સમાચાર...

Etv Bharat, Gujarati News, News Today
News Today

By

Published : Dec 11, 2020, 6:59 AM IST

  • દેશભરમાં આજે ડોક્ટર્સની હડતાલ, ઓપીડી સેવા રહેશે બંધ

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના છાત્રોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો કેટલીક સંસ્થા અને ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ નિર્ણયનો ભારે વિરોધ કરવામાં આી રહ્યો છે. જેને લઈ આજે ડોક્ટર્સ હડતાલ પર ઉતરશે.

દેશભરમાં આજે ડોક્ટર્સની હડતાલ
  • સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • 'રૂડા' ની બોર્ડ બેઠક મળશે

આજે 'રૂડા' (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી) ની બોર્ડ બેઠક યોજાશે. રાજકોટ AIMS હોસ્પિટલને જોડતા રસ્તાના કામની ચર્ચા થશે.

'રૂડા' ની બોર્ડ બેઠક મળશે
  • ધી બરોડા સેન્ટ્રેલ કો. ઓપરેટિવ બેન્કની 4 બેઠકોની ચૂંટણીની મતગણતરી

આજે વડોદરા જિલ્લા ખરીદ-વેચાણ સંઘ લિમિટેડ ખાતે ધી બરોડા સેન્ટ્રેલ કો. ઓપરેટિવ બેન્કની 4 બેઠકોની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે.

ધી બરોડા સેન્ટ્રેલ કો. ઓપરેટિવ બેન્કની 4 બેઠકોની ચૂંટણીની મતગણતરી
  • વડા પ્રધાન મોદી અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાશે વર્ચ્યુઅલ બેઠક

વડા પ્રધાન મોદી અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ આજે યોજશે વર્ચ્યુઅલ બેઠક. બંને દેશો વચ્ચે મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે.

વડા પ્રધાન મોદી અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાશે વર્ચ્યુઅલ બેઠક
  • વડા પ્રધાન મોદી આજે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020 માં લેશે ભાગ

વડા પ્રધાન મોદી આજે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020 માં ભાગ લેશે. લોકોને કરશે સંબોધન

વડા પ્રધાન મોદી આજે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020 માં લેશે ભાગ
  • આજે દુમકા ટ્રેજરી કેસમાં લાલુપ્રસાદ યાદવની એપ્લિકેશન પર સુનાવણી

બહુચર્ચિત ઘાસચારા ગોટાળા કેસમાં લાલુપ્રસાદ યાદવની જામીન અરજી પર ઝારખંડ હાઇકોર્ટમાં આજે સુનાવણી થશે. પૂર્વમાં હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે દુમકા ટ્રેજરી કેસમાં લાલુપ્રસાદ યાદવની એપ્લિકેશન પર સુનાવણી
  • પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ યોજશે પ્રેસ કોન્ફરન્સ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજશે. ગુરૂવારે ભાજપના રાષ્ટ્રીય જે. પી નડ્ડા પર થયેલા હુમવા વિશે ચર્ચા થઇ શકે છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ યોજશે પ્રેસ કોન્ફરન્સ
  • તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ ત્રણ દિવસીય દિલ્હીના પ્રવાસે

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે દિલ્હી પહોંચશે. વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે.

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ ત્રણ દિવસીય દિલ્હીના પ્રવાસે
  • ફ્રાન્સમાં 15 ડિસેમ્બર સુધી નાઇટ કરફ્યૂ લાગુ

સમગ્ર દુનિયા સહિત ફ્રાન્સમાં કોરોના વાઇસનો કહેર યથાવત છે, ત્યારે ફ્રાન્સમાં 15 ડિસેમ્બર સુધી નાઇટ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.

ફ્રાન્સમાં 15 ડિસેમ્બર સુધી નાઇટ કરફ્યૂ લાગુ

ABOUT THE AUTHOR

...view details