હૈદરાબાદ: હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (Hyderabad International Convention Center) અને નોવોટેલ હોટેલ જ્યાં વડાપ્રધાન રોકાયા છે થી હાઇટેક સિટીના ગાચીબોવલી ખાતેની હોટેલ રેડિસન સુધી શનિવારે દેશનું રાજકારણ લગભગ પાંચથી સાત કિમીની ત્રિજ્યા સુધી સીમિત રહ્યું હતું. આ સ્થળોએ 300થી વધુ ભાજપ, કેન્દ્રીય મંત્રીઓ, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગ હતો ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને પક્ષના પદાધિકારીઓની બેઠકના પ્રથમ દિવસનો. દેશના તમામ મોટા મીડિયા હાઉસના પ્રતિનિધિઓ અહીં હાજર છે. તૈયારીઓ જોતા એવું લાગે છે કે, પાર્ટીએ પોતાના એકપણ એવા પદાધિકારીને બોલાવ્યા નથી જેમને કોઈ ખાસ કામ ન મળ્યું હોય. કોને શું કહેવું અને શું ન કહેવું તે પણ એક નિશ્ચિત આયોજન હેઠળ છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા: ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે. વિપક્ષ વેરવિખેર થયા છે. કોંગ્રેસ ડરના કારણે તેના પ્રમુખની પસંદગી કરી રહી નથી. કોંગ્રેસને મોદીફોબિયા છે. તે દરેક મુદ્દે મોદીનો વિરોધ કરે છે. GST નો વિરોધ, આયુષ્માન ભારત નો વિરોધ, રસી નો વિરોધ, CAA નો વિરોધ, રામ મંદિર નો વિરોધ, ટ્રિપલ તલાક નો વિરોધ. પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં પણ લોકો હવે પરિવારવાદથી આઝાદી ઈચ્છે છે. દેશમાંથી અલગતાવાદ, જાતિવાદ અને પરિવારવાદની રાજનીતિનો હવે અંત આવ્યો છે. માત્ર વિકાસની રાજનીતિ રહેશે અને તે જ દેશમાં ચાલશે.
ભાજપે ઉઠાવ્યોવાંધો: BJP કારોબારીની બેઠકમાં તેલંગાણાના ઈન્ટેલિજન્સ અધિકારીઓની હાજરીના સમાચાર પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. તેલંગાણાના ઈન્ટેલિજન્સ ઓફિસરો વિશે આ જાણકારી ત્યારે મળી જ્યારે તેલંગાણાના ઈન્દ્રસેના રેડ્ડીએ ઈન્ટેલિજન્સ ઓફિસરોને ઓળખ્યા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ હાજર રહ્યા હતા. જે બાદ સમગ્ર સભામાં હોબાળો મચી ગયો હતો. વહીવટીતંત્ર આ મામલાની સ્થાનિક સ્તરે તપાસ કરી રહ્યું છે. આ સંદર્ભમાં માહિતી આપતા ઈન્દ્રસેના રેડ્ડીએ કહ્યું કે, ઈન્ટેલિજન્સ ઓફિસર શ્રીનિવાસ રાવે કેટલીક તસવીરો લીધી છે. આ પછી ત્યાં હાજર અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કમિશનરને શ્રીનિવાસને સોંપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં થોડી ઝપાઝપી પણ થઈ છે.