મુંબઇ:વાવાઝોડાની માહિતી જેમ જેમ મળી રહી છે તેમ તેમ નવા સમચાર સામે આવી રહ્યા છે. પહેલા તારીખ 9 થી તારીખ 12 ની વચ્ચે આ વાવાઝોડું આવવાનું હતું. હવે એક માહિતી અનૂસાર ગુજરાત કરતા વધારે બિજા રાજયમાં તેની અસર જોવા મળશે. હાલ મળતી માહિતી અનુસાર વાવાઝોડું તોફાન બિપરજોયની અસરને કારણે કેરળ અને મુંબઈના દરિયામાં હલચલ મચી ગઈ છે. ભરતી વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું તોફાન બિપરજોય ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પસાર થશે, જે તારીખ 15 જૂને પાકિસ્તાનના કરાચી કિનારે પહોંચી શકે છે.
મુંબઇના દરિયામાં મોટી અસર: વાવાઝોડું બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ ખરાબ થઈ રહ્યું છે. વાવાઝોડું તોફાન બિપરજોયની અસરને કારણે કેરળ અને મુંબઈના દરિયામાં હલચલ મચી ગઈ છે. ભરતી વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદની ગતિવિધિઓ પણ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તે જ સમયે, સમુદ્ર ભરતીની પકડમાં છે. IMD અનુસાર, મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
કરાચીના દરિયાકાંઠેથી પસાર:મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગે અત્યંત તીવ્ર વાવાઝોડું તોફાન બિપરજોયની તીવ્રતાને ધ્યાનમાં રાખીને વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી મહારાષ્ટ્રની રાજધાની સહિત રાજ્યના અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે (સોમવારે) રત્નાગીરી, રાયગઢ, થાણે, પાલઘરમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે માહિતી આપી હતી કે ચક્રવાત 15 જૂન બપોરે 125-130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને કરાચીના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.
NDRF અને SDRFની ટીમો તૈનાત: હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું તોફાન બિપરજોય ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પસાર થશે. જે તારીખ 15 જૂને પાકિસ્તાનના કરાચી કિનારે પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરી રહી છે. એક માહિતી અનુસાર ગુજરાતની સાથે મુંબઇમાં પણ આ વાવાઝોડાની ભારે અસર જોવા મળશે.
ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ, કર્ણાટક, ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં આજે એટલે કે તારીખ 12 જૂને ભારે વરસાદ પડી શકે છે. તારીખ 12 જૂનથી તારીખ 15 જૂન સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. બિપોરજોયની અસર, કેરળ-મુંબઈમાં ભારે ભરતી વચ્ચે દરિયામાં ઊંચા મોજા, વરસાદનું એલર્ટ વાવાઝોડું તોફાન બિપરજોયની અસરને કારણે કેરળ અને મુંબઈના દરિયામાં હલચલ મચી ગઈ છે. ભરતી વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું તોફાન બિપરજોય ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પસાર થશે, જે 15 જૂને પાકિસ્તાનના કરાચી કિનારે પહોંચી શકે છે.
- Cyclone Biarjoy: જ્યાં હિટ કરી શકે છે વાવાઝોડું એ જિલ્લાના કલેક્ટરે કહ્યું, વી આર રેડી
- Cyclone Biparjoy: નુકશાન રોકવાના સંદર્ભે માસ્ટર પ્લાન ઘડવા મોઢવાડિયાએ કરી ટકોર