દેહરાદૂનઃઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશને (Indian Mountaineering Foundation) ઓમ પર્વત સહિત ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં પ્રદૂષણ (Survey on pollution in Himalayan regions ) અંગે ચિંતા વ્યક્ત કરી છે. એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા અને દેશના પ્રતિષ્ઠિત ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના સભ્ય સુધીર કુટ્ટીએ ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં પ્રવાસીઓ પર થતી અસર અંગે નિષ્ણાત ટીમ સાથે સર્વે હાથ ધર્યો છે. આ નિષ્ણાત ટીમે ઓમ પર્વત, દાર્મા અને વ્યાસ વેલી સહિત ઉત્તરાખંડના આવા ઘણા ઊંચા હિમાલયના પ્રદેશોની મુલાકાત લીધી છે અને ત્યાંની સ્થાનિક જૈવ-વિવિધતા પર સંશોધન કર્યા બાદ ઉત્તરાખંડ સરકારને 3 પાનાનો અહેવાલ (Report sent to the government on pollution) મોકલ્યો છે.
આ પણ વાંચો:આ મહિલા કરે છે ડ્રોનથી ખેતી અને ખેડુત પતિનું કામ સરળ કરે છે
દરમા, વ્યાસ ખીણમાં પ્રવાસીઓનો ધસારોઃસુધીર કુટ્ટીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તરાખંડનો ઉંચો હિમાલયનો પ્રદેશ જે સંપૂર્ણપણે અસ્પૃશ્ય છે અને પ્રકૃતિમાં ખૂબ જ સુંદર છે, ત્યાં પ્રવાસીઓનો ધસારો ધીરે ધીરે વધી રહ્યો છે. આ સર્વે પંચાચુલી બેઝ કેમ્પ ટ્રેક પર આદિ કૈલાશ અને ઓમ પર્વત સહિત દરમા અને વ્યાસ વેલી ખાતે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ સ્થળો પર રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે અને સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેના પર નિષ્ણાત ટીમે સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી હતી.