ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gujarat Weather: ગુજરાતમાં આગામી બે દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ આગામી બે દિવસ સુધી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ત્યાર પછીના 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Weather Updates આજે હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. 13-15 મેના રોજ વરસાદ થવાની સંભાવના છે.
Weather Updates આજે હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. 13-15 મેના રોજ વરસાદ થવાની સંભાવના છે.

By

Published : May 12, 2023, 11:22 AM IST

Updated : May 12, 2023, 10:11 PM IST

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. સવારે 10 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બપોરના સમયે તો એટલી હદે ગરમી હોય છે કે રોડ રસ્તાઓ પર અવરજવર જોવા મળી રહી છે. તો હવે ગરમીને લઇને હવામાન વિભાગનું માનવું છે કે 14 મે બાદ અમદાવાદમાં ગરમીનું જોર ઘટવા લાગશે અને પારો 15થી 17 મે દરમિયાન 40 ડિગ્રી સુધી થાય તેવી સંભાવના છે.

જૂનાગઢ અગનભઠ્ઠી બન્યું: હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે જેના લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન પહોંચતા જૂનાગઢ અગનભઠ્ઠી બન્યું છે. અન્ય શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં આજે સિવિયર હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સુરત, પોરબંદર અને જૂનાગઢમાં સિવિયર હિટવેવ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરાઈ છે.

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી આસપાસ પહોંચી જતા ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનારા 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડાની સંભાવના હોવાની સાથે 15 મેથી તાપમાન 1થી 2 ડિગ્રી ઘટશે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામા આવ્યું છે.

Gujarat Weather Update : અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ, આટલા દિવસ 42 ડિગ્રી ઉપર તાપમાન જશે

Gujarat Weather : ગુજરાતમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીથી બચવા શું તકેદારી રાખશો?

24 કલાક બાદ થશે ઘટાડો:આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હવામાન લગભગ સૂકું રહેવાની સંભાવના છે, વરસાદ થવાની કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જેને કારણે ગરમી નો પારો ઊંચકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં તો 44 કે તેનાથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું હોવાનું પણ ડૉ. મોહંતીએ જણાવ્યું છે. જોકે રાહતની આગાહી કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક સુધી ગરમી એકંદરે સરખી જ રહેવાની આગાહી છે,ત્યાર બાદના 24 કલાક પછી રાજ્યમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

Last Updated : May 12, 2023, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details