ગુજરાત

gujarat

ETV Bharat / bharat

18મેએ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના તટની નજીક પહોંચે તેવી IMDની શક્યતા

ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું આવે તેવી શક્યતા છે. આ આગાહી IMD (ઈન્ડિયન મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવી છે. IMDએ આગાહી કરી છે કે, 18 મે સુધી વાવાઝોડું ગુજરાતના તટની નજીક પહોંચી શકે છે.

18મેએ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના તટની નજીક પહોંચે તેવી IMDની શક્યતા
18મેએ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના તટની નજીક પહોંચે તેવી IMDની શક્યતા

By

Published : May 14, 2021, 8:41 AM IST

  • ગુજરાતમાં 18 મેએ વાવાઝોડાની શક્યતા
  • IMDએ વાવાઝોડા અંગે જાહેર કરી ચેતવણી
  • રવિવાર અને સોમવારે કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ પડશે

મુંબઈઃ ઈન્ડિયન મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે IMDએ ગુરુવારે એક ચેતવણી જાહેર કરી હતી. IMDએ કહ્યું હતું કે, વાવાઝોડું 18 મેએ સાંજે ગુજરાતના તટ નજીક પહોંચી શકે છે. આ સાથે જ IMDએ જણાવ્યું હતું કે, આના કારણે દક્ષિણ કોંકણ અને ગોવામાં શનિવારે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડશે તેમ જ રવિવાર અને સોમવારે કેટલીક જગ્યાઓ પર મુશળધાર વરસાદ થશે.

આ પણ વાંચોઃગીરસોમનાથમાં વરસાદની રાહમાં ખેડૂતો, મગફળી વાવ્યા બાદ વરસાદ અદ્રશ્ય

દક્ષિણ કોંકણમાં ભારે વરસાદની આગાહી

IMDએ ગુરુવારે ચેતવણી જાહેર કરતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર પર ઓછા દબાણનો વિસ્તાર 16 મે સુધી ચક્રવાતી વાવાઝોડામાં બદલાઈ શકે છે, જેના કારણે ગોવા અને દક્ષિણ કોંકણ વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી છે. IMDએ કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વિપ વિસ્તારમાં આજે ઓછા દબાણનો વિસ્તાર બની ગયો છે. જ્યારે શુક્રવારની સવાર સુધી લક્ષદ્વિપ વિસ્તારમાં તેજ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃકોરોના કાળમાં ગુજરાત પર વધુ એક સંકટ, વાવાઝોડાની આગાહીના પગલે સરકાર એલર્ટ

વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ ગુજરાત તરફ વળે તેવી શક્યતા

IMDએ વધુમાં જણાવ્યું હતું કે, આ શનિવારે સવાર સુધી આ જ વિસ્તારમાં ભારી દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ લેશે. તેના ઉત્તર-ઉત્તરપશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની તટ તરફ વધવાન સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details