નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે 10 અને 11 ડિસેમ્બરે પાંચ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. IMDના નિવેદન અનુસાર, 10 અને 11 ડિસેમ્બરે ઉત્તર મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના અલગ ભાગોમાં સવારના કલાકોમાં ગાઢ ધુમ્મસ પ્રવર્તે તેવી શક્યતા છે. IMDએ વધુમાં અનુમાન લગાવ્યું છે કે 11 ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવી નબળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.
આ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ : હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયના વિવિધ ભાગોમાં 10 અને 11 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન અને પછી કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.