ડુંગરપુર: પાડોશી રાજ્ય રાજસ્થાનના બિછીવાડા જિલ્લા પોલીસે એક મોટું ઑપરેશન ( Rajasthan police Smuggling Operation ) પાર પાડતા આગ્રાથી ગુજરાત જઈ રહેલી બસમાંથી ( Private Bus From Rajasthan ) પોલીસે 1321 કિલો ચાંદી જપ્ત કરી લીધી છે. આ સાથે રાજસ્થાન પોલીસે આ કેસમાં ડ્રાઈવર, ક્લિનર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. આગ્રાથી ગુજરાત જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાંથી આ ચાંદી પકડાઈ (Silver Smuggling) છે. જેની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. બસમાં એક ચોરખાનું બનાવીને આ ચાંદી છુપાવવામાં આવી હતી. પોલીસે બસ સહિત ચાંદી તેમજ કેટલીક રોકડ જપ્ત કરી લીધી છે. આ ચાંદી કોણે મંગાવી એ અંગે વિગત સામે આવી નથી.
આ પણ વાંચો:Jodhpur violence: જોધપુર હિંસામાં અત્યાર સુધીમાં 150 લોકોની ધરપકડ, કર્ફ્યૂ 2 દિવસ લંબાયો
આવી રીતે છુપાવી ચાંદી: રાજસ્થાન પોલીસના ડીસીપી રાકેશ કુમાર શર્માએ (DCP Rakesh Kumar Sharma) જણાવ્યું હતું કે, શ્રીનાથ ટ્રાવેલ્સની બસ (Shrinath Travels ) રવિવારે સવારે 11.20 વાગ્યે નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહી હતી. જ્યારે બસ રતનપુર બોર્ડર (Gujarat-Rajasthan Border ) પર પહોંચી ત્યારે પોલીસે બસને અટકાવી હતી. પહેલી વખત જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે બસમાંથી કંઈ મળ્યું ન હતું. પણ જ્યારે બસની નીચેની બાજું તપાસ કરવામાં આવી ત્યારે સ્પેર વ્હીલની નીચે એક બોક્સ જોવા મળ્યું હતું. જે અંદરની બાજુ હોવાથી સીધી રીતે નજરે ચડે એમ ન હતું. આ બોક્સ પર પોલીસને આશંકા ગઈ હતી. પોલીસે આ બોક્સ ખોલાવ્યું હતું. એટલું જ નહીં બસમાં અંદર સીટની નીચે પણ એક બોક્સ તૈયાર કરાયું હતું. જેમાં કેટલાક પાર્સલ બોક્સ હતા. મોટા પેકેજ પણ હતા.