ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NIRF India Rankings 2022 : દેશની ટોચની કોલેજ-યુનિવર્સિટીનું રેન્કિંગ બહાર પાડ્યું, IIT મદ્રાસ ટોચની બની કોલેજ - જામિયા JNU ટોપ 3માં

નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF India Rankings 2022) એ દસ શ્રેણીઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, કોલેજ, આર્કિટેક્ચર, કાયદો, મેડિકલ, ડેન્ટલ, સંશોધન અને સમ્રગ માટે જાહેર કરવામાં આવ્યું છે. સમ્રગ કેટેગરીમાં આ વર્ષે ફરીથી IIT મદ્રાસ ટોચની કોલેજ (IIT Madras became the top college) બની છે.

NIRF India Rankings 2022 : દેશની ટોચની કોલેજ-યુનિવર્સિટીનું રેન્કિંગ બહાર પાડ્યું, IIT મદ્રાસ ટોચની બની કોલેજ
NIRF India Rankings 2022 : દેશની ટોચની કોલેજ-યુનિવર્સિટીનું રેન્કિંગ બહાર પાડ્યું, IIT મદ્રાસ ટોચની બની કોલેજ

By

Published : Jul 15, 2022, 4:46 PM IST

નવી દિલ્હી: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મદ્રાસ સતત ચોથી વખત દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે. જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગ્લોરે યુનિવર્સિટી કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) માંથી પ્રાપ્ત થઈ છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે વર્ષ 2022 માટે NIAF રેન્કિંગ બહાર પાડ્યું છે.

આ પણ વાંચો:જાણો શું છે મંકીપોક્સ અને તેને અટકાવવાના ઉપાયો

કોઇમ્બતુરે પાંચમું સ્થાન મેળવ્યું :શિક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય રેન્કિંગ મુજબ, IIT મદ્રાસે સમગ્ર શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ IISc બેંગ્લોર, ત્રીજું સ્થાન IIT બોમ્બે, ચોથું સ્થાન IIT દિલ્હી અને પાંચમું સ્થાન IIT કાનપુર છે. યુનિવર્સિટીઓની શ્રેણીમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) એ પ્રથમ સ્થાન, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીએ બીજું સ્થાન, જામિયા મિલિયા ઇસ્લામિયાએ ત્રીજું સ્થાન, જાદવપુર યુનિવર્સિટી, કોલકાતાએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઇમ્બતુરે પાંચમું સ્થાન મેળવ્યું છે.

કલકત્તાએ ત્રીજું સ્થાન મેળવ્યું : શિક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય રેન્કિંગમાં IIT મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજ પ્રથમ ક્રમે, IIT દિલ્હી અને IIT બોમ્બે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. કલકત્તાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. કોલેજોની કેટેગરીમાં મિરાન્ડા હાઉસે પ્રથમ, હિંદુ કોલેજે દ્વિતીય સ્થાન, પ્રેસિડેન્સી કોલેજે ત્રીજુ અને લોયલા કલેજા ચેન્નાઈએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને શિક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય રેન્કિંગમાં શ્રેષ્ઠ મેડિકલ કોલેજ અને ચેન્નાઈની સવિતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સને શ્રેષ્ઠ ડેન્ટલ કોલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:Exam fever : CUET પરીક્ષા આજથી શરૂ થઈ, બે તબક્કામાં લેવાશે ટેસ્ટ

એમ જગદેશ કુમારે જેએનયુને અભિનંદન આપ્યા: યુજીસીના અધ્યક્ષ અને જેએનયુના ભૂતપૂર્વ વીસી એમ જગદેશ કુમારે જેએનયુને ટોચની યુનિવર્સિટીઓની રેન્કિંગમાં બીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'આજે NIRF રેન્કિંગની જાહેરાત કરવામાં આવી. હું જેએનયુને યુનિવર્સિટી કેટેગરીમાં 2મો અને ભારતમાં એકંદરે 10મો ક્રમ મેળવવા બદલ અભિનંદન આપું છું. હું જાન્યુઆરી 2016 થી ફેબ્રુઆરી 2022 સુધી JNU સાથે જોડાયેલો હોવાનો ગર્વ અનુભવું છું. JNU ના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી સભ્યોને શુભેચ્છાઓ.

ABOUT THE AUTHOR

...view details