ચેન્નાઈઃઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસના (Indian Institute Of Technology Madras) પ્રો. થલપિલ પ્રદીપને પ્રતિષ્ઠિત 'પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ અઝીઝ ઈન્ટરનેશનલ પ્રાઈઝ ફોર વોટર'ની (PSIPW) 10મી આવૃત્તિના વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાણી સંબંધિત કોઈપણ ક્ષેત્રમાં 'સફળતાની શોધ' માટે આપવામાં આવતા 'ક્રિએટિવિટી એવોર્ડ્સ'ની (Creativity Awards) શ્રેણી હેઠળના એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:સૌથી વધુ રક્તદાન કરીને આ મહિલાએ સર્જ્યો વિશ્વવિક્રમ, જાણો કોણ છે આ મહિલા
ટેક્નોલોજી 12 મિલિયનથી વધુ લોકોને સ્વચ્છ પાણી પહોંચાડી રહી છે : પ્રો. ટી. પ્રદીપના સંશોધન જૂથે પીવાના પાણીમાંથી આર્સેનિકને આર્થિક, ટકાઉ અને ઝડપથી દૂર કરવા માટે ઇકો-ફ્રેન્ડલી 'વોટર પોઝિટિવ' નેનોસ્કેલ સામગ્રી વિકસાવી છે. પ્રો. પ્રદીપને અગાઉ પદ્મશ્રી, અને નિક્કી એશિયા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, અને તેમની ટેક્નોલોજી 12 મિલિયનથી વધુ લોકોને સ્વચ્છ પાણી પહોંચાડી રહી છે.
દ્વિ-વાર્ષિક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પુરસ્કારની સ્થાપ :દ્વિ-વાર્ષિક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પુરસ્કારની સ્થાપના 21 ઓક્ટોબર 2002 ના રોજ સાઉદી અરેબિયાના પ્રિન્સ, સુલતાન બિન અબ્દુલાઝીઝ અલ સાઉદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં ગોલ્ડ મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપરાંત ડોલર 2,66,000 (અંદાજે રૂપિયા 2 કરોડ) ના રોકડ ઘટકનો સમાવેશ થાય છે. એવોર્ડ સમારોહ 12 સપ્ટેમ્બર 2022 ના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાશે. આ એવોર્ડમાં પ્રો. ટી. પ્રદીપની ટીમના સભ્યો અવુલા અનિલ કુમાર, ચેન્નુ સુધાકર, શ્રીતામા મુખર્જી, અંશુપ અને મોહન ઉદય શંકરનો ઉલ્લેખ છે.