ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT KANPUR : નિષ્ણાતોએ ક્રિકેટમાં નકલ બોલ ટેકનિકના ઉપયોગ પર સંશોધન કર્યું - વૈજ્ઞાનિક સંશોધન

IIT કાનપુરના નિષ્ણાતોએ નકલ બોલ પર એક સંશોધન કર્યું છે. જેનો ઉપયોગ હવે બેઝબોલ ગેમ અને ક્રિકેટમાં બોલરો કરે છે. જોકે, માત્ર થોડા બોલરો જ આ ટેકનિકનો ઉપયોગ કરે છે. જેમાં ભુનેશ્વર શર્મા, કુલદીપ યાદવ જેવા નામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, નકલ બોલ એક પ્રકારની બોલિંગ ટેકનિક છે.

IIT KANPUR
IIT KANPUR

By

Published : Aug 2, 2023, 5:53 PM IST

કાનપુર :IIT કાનપુરમાં ઘણા સંશોધન કરવામાં આવે છે. હવે આ સંશોધન કાર્યોની યાદીમાં એક મોટી ઉપલબ્ધિનો ઉમેરો થયો છે. IIT કાનપુરમાં નકલ બોલ પર ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું હતું. જેમાં હવે એ વાત સામે આવી છે કે, બેઝબોલ નકલ બોલની જેમ ક્રિકેટ નકલ બોલને પણ ઝિગઝેગ પ્રકારે વિકેટ સુધી પહોંચાડી શકાય છે. ઉલ્લેખનિય છે કે, નકલ બોલ એક પ્રકારની બોલિંગ ટેકનિક છે.

નકલ બોલ ટેકનિક : નકલ બોલ એક એવી ટેકનિક છે, જેમાં બોલર તેની આંગળીઓના છેડા અથવા નખની મદદથી બોલ ફેંકે છે. આ પદ્ધતિથી બોલિંગ દરમિયાન બેટ્સમેન માટે તેનો શોટ પસંદ કરવો મુશ્કેલ છે. કારણ કે, તે સમજી શકતો નથી કે બોલ ક્યાં પડવાનો છે.

IIT કાનપુરમાં વિશ્વમાં પ્રથમ વખત નકલ બોલ પર વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું છે. સંસ્થા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. દેશ અને દુનિયાના અનેક ખેલાડીઓ આ વૈજ્ઞાનિક અભ્યાસનો લાભ લઈ શકશે. રમતગમતની દુનિયામાં ટેકનોલોજીના ઉપયોગથી આ મોટો પ્રયોગ છે.--પ્રો. અભય કરંદીકર (ડિરેક્ટર, IIT કાનપુર)

શું છે નકલ બોલ રિસર્ચ ? IIT કાનપુરના નિષ્ણાતોએ જણાવ્યું કે, એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રો. સંજય મિત્તલ અને તેમના વિદ્યાર્થી કિંજલ શાહે આ સંશોધન કર્યું હતું. તેઓએ બેઝબોલ અને ક્રિકેટ નકલ બોલના એરોડાયનેમિક અને બોલના સ્વિંગ, સ્પીડ અને અન્ય ઘણા બિંદુઓનો અભ્યાસ કર્યો છે. પ્રો. મિત્તલના જણાવ્યા અનુસાર, અભ્યાસ પછી જાણવા મળ્યું કે જ્યારે બોલની સીમ 30 ડિગ્રી પર રહે છે. ત્યારે હવાનું નીચું અને ઉચ્ચ દબાણ ક્ષેત્ર બને છે. તે બોલની ગતિ અને માર્ગ બંનેને અસર કરે છે. તેઓનો દાવો છે કે અત્યારે નકલ બોલરો દ્વારા ફેંકવામાં આવતા બોલમાં સ્વિંગ અને વધુ રોટેશન સ્પીડ હોય છે.

આ રીતે બનશે ઝિગઝેગ : પ્રો. મિત્તલે એક ઉદાહરણ આપતા કહ્યું કે આઈઆઈટી કાનપુર સ્થિત નેશનલ વિન્ડ ટનલમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. પ્રયોગમાં દર્શાવવામાં આવ્યું હતું કે, જ્યારે બોલને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકવામાં આવે છે અને સ્વિંગનો ઝોક 30 ડિગ્રી હોય છે. ત્યારે બોલરના હાથમાંથી છૂટેલો બોલ બેટ્સમેન સુધી પહોંચતા પહેલા તેના સંપૂર્ણ વર્તુળને સ્વિંગ કરવાને બદલે માત્ર અડધો વર્તુળ બનાવશે. આવી સ્થિતિમાં ઉપર-નીચે અને જમણે-ડાબેથી બોલ પર હવાનું દબાણ એવું હશે કે તે બોલના માર્ગને વિકેટ સુધી ઝિગઝેગ કરશે. નોંધનીય છે કે, હાલમાં જે નોકલ બોલ ફેંકવામાં આવે છે તે હવે આડા આધાર પર ફરે છે. જ્યારે વાસ્તવિક નકલ બોલને ઊભી રીતે ફેરવવાનો હોય છે.

  1. Kanpur IIT: રાજકોટના હેડ કોન્સ્ટેબલની દીકરીએ મેળવ્યો કાનપુર IITમાં પ્રવેશ
  2. Artificial Rain : IIT કાનપુરનો કમાલ, પાંચ હજાર ફૂટની ઊંચાઈથી કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ

ABOUT THE AUTHOR

...view details