નવી દિલ્હી:IIT દિલ્હીની વિંધ્યાચલ હોસ્ટેલમાં શુક્રવારે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ અનિલ કુમાર (21) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો રહેવાસી હતો. પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના મોર્ચરીમાં સુરક્ષિત રાખ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે:પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે લગભગ 6:00 વાગ્યે કિશનગઢ પોલીસ સ્ટેશનને IIT દિલ્હીની વિંધ્યાચલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવા અંગેનો PCR કોલ મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હોસ્ટેલના રૂમનો દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. ફાયર વિભાગને સ્થળ પર બોલાવી દરવાજો તોડીને ખુલ્લો મુકાયો હતો. વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
અભ્યાસ પૂર ન થતા રહેતો હતો હોસ્ટેલમાં:મળતી માહિતી મુજબ અનિલ ગણિત અને કોમ્પ્યુટિંગમાં B.Tech કરી રહ્યો હતો. તે એક્સ્ટેંશન પર હતો કારણ કે તેણે કેટલાક વિષયો પૂરા કર્યા ન હતા અને છ મહિનાના એક્સટેન્શન પર હોસ્ટેલમાં રહેતો હતો. તેણે જૂન મહિનામાં હોસ્ટેલ ખાલી કરવી પડી હતી. પરંતુ કેટલાક વિષયોમાં પાસ ન થઈ શક્યા. આ માટે તેને વિષયો પાસ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
મામલાની તપાસ: પોલીસે જણાવ્યું કે દરવાજો અંદરથી બંધ હતો. ફાયર વિભાગે તેને તોડ્યો હતો. ગેટ તોડતી વખતે વિદ્યાર્થીઓ/CMO IIT ના ડીન, મુખ્ય સુરક્ષા અધિકારી, ક્રાઈમ ટીમ, ફોરેન્સિક ટીમ પણ હાજર હતી. તેને ત્યાં કશું અજુગતું મળ્યું નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
- Woman Disrobed in Rajasthan: મહિલાને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી, CMએ પોલીસને આપી કડક સૂચના
- Junagadh Crime : પ્રેમિકાને પામવાની ઈચ્છા ધરાવતા પ્રેમીને મળ્યું મોત, જૂનાગઢ પોલીસે પાંચ આરોપી ઝડપી લીધાં