નવી દિલ્હી:નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi international Airport) પર મંગળવારે એક યાત્રીએ ફ્લાઈટમાં બાળકને જન્મ આપ્યો. આ ફ્લાઈટનો સૌથી નાનો મુસાફર છે. IGI ના ટર્મિનલ 3 પર એનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતા અને તેના નવજાત બન્નેને એરપોર્ટ સંકુલમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા.
ફ્લાઈટમાં થઈ મહિલાની પ્રસુતી, એરપોર્ટ ઓથોરિટીએ કર્યું ગ્રાન્ડ વેલકમ - Delhi Airport
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (Indira Gandhi international Airport) એરપોર્ટ પર મંગળવારે એક યાત્રીએ ફ્લાઈટમાં બાળકને જન્મ આપ્યો. દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ આ બાળકને ગ્રાન્ડ વેલકમ આપ્યું છે. એટલું જ નહીં મેદાંતા હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે એમને સારવાર હેતું ખસેડીને માતા અને નવજાત શિશુ સાથે એનું સેલિબ્રેશન પણ કર્યું છે.
ટ્વિટ કર્યુંઃ IGI ઓથોરિટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નવજાત (IGI Twitter) બાળકનો ફોટો પોસ્ટ કર્યો છે. ઓથોરિટીએ પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે 'સૌથી નાની ઉંમરના મુસાફરનું સ્વાગત!' "અત્યાર સુધીના સૌથી નાના મુસાફરનું સ્વાગત! ટર્મિનલ 3, મેદાંતા ફેસિલિટી ખાતે (Airport authority India) પ્રથમ બાળકના આગમનનું સેલિબ્રેશન... માતા અને બાળક, બન્નેની તબિયત સારી છે," IGI એ ટ્વિટ કર્યું.
ટીમ તૈયારઃનિષ્ણાંત તબીબો અને પેરામેડિકલ ટીમને ટર્મિનલ 3 પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ખાસ કરીને આવા પ્રકારની ઈમરજન્સ હોય ત્યારે આ ટીમ તૈયાર રાખવામાં આવે છે. દિલ્હી ટર્મિનલ 3 પર આધુનિક સુવિધા અને સારવાર ટેકનોલોજીથી સજ્જ મેદાંતા હોસ્પિટલ છે. આ ઉપરાંત એક ઈમરજન્સી સેન્ટર પર તૈયાર કરાયું છે. જેથી લોકોની તાત્કાલિક સારવાર કરી શકાય.