- રાજસ્થાનમાં કોરોનાના કેસ વધ્યા, વેક્સિનેશન ઘટ્યું
- રાજ્યના ચિકિત્સા પ્રધાને ભારત સરકાર પર લગાવ્યા આક્ષેપ
- રાજ્યમાં અનેક જગ્યાએ વેક્સિનનો જથ્થો સમાપ્ત થયો
આ પણ વાંચોઃદિલ્હીમાં 20 લાખથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
ભીલવાડા (રાજસ્થાન): રાજસ્થાનમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. આ અંગે રાજ્યના ચિકિત્સા પ્રધાન અને ભીલવાડા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનની અછત છે. કેટલીક જગ્યાએ વેક્સિન પૂર્ણ થઈ હોવાના બોર્ડ લાગી ચૂક્યા છે.