ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો આંદોલન કરીશુંઃ ઓવૈસી - અસદુદ્દીન ઓવૈસી

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં સીમાંચલના વિકાસ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો તેઓ આંદોલન કરશે.

નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો આંદોલન કરીશુંઃ ઓવૈસી
નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો આંદોલન કરીશુંઃ ઓવૈસી

By

Published : Mar 3, 2021, 9:44 AM IST

  • બિહારના સીમાંચલમાં વિકાસ માટે લડાઈ લડવાનો સંકલ્પઃ ઓવૈસી
  • નીતિશુ કુમાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો ચક્કાજામ કરીશુંઃ ઓવૈસી
  • AIMIMના સ્થાપના દિવસે પાર્ટી કાર્યાલય ખાતે ઓવૈસીનું નિવેદન

હૈદરાબાદઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે બિહારમાં સીમાંચલના વિકાસ માટે લડાઈ લડવાનો સંકલ્પ લીધો હતો. તેમણે જણાવ્યું કે, જો નીતિશ કુમાર સરકાર સીમાંચલ સાથે ન્યાય નહીં કરે તો તેઓ આંદોલન કરશે. અમે રસ્તા પર ચક્કાજામ કરીશું. AIMIMના સ્થાપના દિવસના અવસરે અહીં પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં એક બેઠકને સંબોધતા ઓવૈસીએ ગુજરાતમાં પોતાની પાર્ટીનું ખાતું ખુલતા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સીમાંચલમાં મહિલાઓ માટે કોલેજનો અભાવઃ ઓવૈસી

ઓવૈસીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચૂંટણી લડશે. તેમની પાર્ટી દરેક નાગરિકોના કલ્યાણ માટે કામ કરતી રહે છે. સીમાંચલ પર વાત કરતા ઓવૈસીએ કહ્યું કે, આ ક્ષેત્ર મહિલાઓ માટે કોલેજની ખોટ જેવી પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેમની પાર્ટી આ મુદ્દાઓ માટે લડી રહી છે. ગયા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીને પાંચ બેઠક સીમાંચલથી જ મળી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પાર્ટી ધારાસભ્યોની બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે પણ મુલાકાત થઈ હતી. આ અંગે ઓવૈસીએ જણાવ્યું કે, સીમાંચલને ન્યાય અપાવવા માટે મુખ્યપ્રધાનને મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details