- નૌગમ નજીક મળી આવ્યો IED
- સુરક્ષા દળોએ IEDને બનાવ્યો નિષ્ફળ
- IED મુકવાના ચાર લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા: આરોપી
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં કેહનિમા-નૌગમ સ્ટેશન નજીક રેલવે ક્રોસિંગ પર એક શંકાસ્પદ બેગમાંથી IED મળી આવી હતી, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. હકીકતમાં, ઘટના સ્થળે એક શંકાસ્પદ બેગ મળી આવ્યા બાદ સુરક્ષા દળોએ તેમના અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ તપાસમાં બેગની અંદર IEDની પુષ્ટિ થઈ હતી. બેગ મળ્યા બાદ અહીં ટ્રાફિક બંધ કરાયો હતો. કાશ્મીરમાં કોરોના બાદ આજે રેલવે સેવાઓ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં આજે રેલવે ક્રોસિંગની નજીક IED ફરીથી મળી આવવું આતંકવાદીઓની જોખમી યોજનાને સૂચવે છે. એક અધિકારીએ કહ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓએ તેમની વ્યૂહરચના બદલી છે, તેઓ IED દ્વારા વધુ વિનાશ કરવા માંગે છે, પરંતુ પોલીસ અને સુરક્ષા દળો તેમની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જમ્મુમાં IED જપ્તી કેસમાં વધુ એકની ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં મળી આવેલા શક્તિશાળી અત્યાધુનિક વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) કેસમાં પોલીસે આતંકવાદી સંગઠન અલ બદર સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી હતી. 13 ફેબ્રુઆરીએ પોલીસે જમ્મુના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક નર્સિંગ વિદ્યાર્થી પાસેથી લગભગ 7 કિલોગ્રામ IED મળી હતી. આ જપ્તી સાથે પોલીસે પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર ગીચ વિસ્તારમાં વિસ્ફોટના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.