ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના કુલગામમાં નેશનલ હાઇવે પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા - કુલગામ નેશનલ હાઇવે

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા બળોના જવાનોએ નેશનલ હાઇવે પર વિસ્ફોટકો પથરાયેલા શોધી કાઢ્યા હતા. IED સહિતના વિસ્ફોટકો મળી આવતા તાત્કાલિક બૉમ્બ ડીસ્પોઝલ સ્કવોડને બોલાવી બૉમ્બ ડીફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં નેશનલ હાઇવે પર વિસ્ફોટકો મળી આવ્યા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં નેશનલ હાઇવે પર વિસ્ફોટકો મળી આવ્યા

By

Published : Apr 29, 2021, 4:11 PM IST

  • જમ્મુ કાશ્મીરમાં આતંકી હિલચાલ
  • કુલગામ નેશનલ હાઇવે પર વિસ્ફોટકો મળી આવ્યા
  • તાત્કાલિક બૉમ્બ ડીફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરાઈ

જમ્મુ કાશ્મીરઃ રાજ્યના કુલગામ નેશનલ હાઇવે પાસે મોટા જથ્થામાં રસ્તા પર વિસ્ફોટકો પથરાયેલા હોવાની ઘટના સામે આવી છે.

બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડે કામગીરી હાથ ધરી.

સુરક્ષા દળોના જવાનો દ્વારા તાત્કાલિક બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડના અધિકારીઓને બોલાવી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા દળોના જવાનો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

VIP વાહનો આ રસ્તેથી પસાર થાય છે

ઉલ્લેખનીય છે કે આ હાઇવે પરથી ટ્રાન્સપોર્ટ માટેના વાહનો, જરૂરી ચીજવસ્તુઓ ની ટ્રક દ્વારા હેરફેર થાય છે. તેમજ અનેક VIP વાહનો આ હાઇવે પરથી પસાર થાય છે, આથી આ રસ્તા પર વિસ્ફોટકો મળી આવવાની ઘટના એક મોટું આતંક ફેલાવવાનું ષડયંત્ર હોય તેવું જણાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details