ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના બિજબેહાડામાં IED વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં - સીઆરપીએફ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફના વાહનને નિશાન બનાવવા માટે આતંકવાદીઓએ IED વિસ્ફોટ કર્યો હતો. આતંકવાદીઓ વાહનમાં મુકીને IED લાવી રહ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના બિજબેહાડામાં IED વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં
જમ્મુ-કાશ્મીરના બિજબેહાડામાં IED વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

By

Published : Feb 16, 2021, 2:52 PM IST

  • આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પના વાહનને બનાવ્યું નિશાન
  • આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના પજાલપોરા વિસ્તારમાં કર્યો વિસ્ફોટ
  • વિસ્ફોટના કારણે ઘટનાસ્થળે ઊભા રહેલા વાહનોને નુકસાન પહોંચ્યું

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના પજલપુરા બાજભારામાં આતંકવાદીઓએ ટિપર વાહનોમાં આઈઈડી વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. ઘટના પછી સમગ્ર વિસ્તારને સુરક્ષા બળના જવાનોએ ઘેરી લીધો છે. પોલીસે આ અંગેના મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નહીં

આ અંગે મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ ટિપર વાહનોમાં ઓછી તીવ્રતાવાળા IED રાખ્યું હતું, જેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયા હોય તેવા કોઈ સૂચના નથી. ઘટનાસ્થળ પર ઊભા રહેલા વાહનોને ખૂબ જ નુકસાન થયું હતું.

પોલીસે આતંકવાદીઓની તપાસ શરૂ કરી

એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ દક્ષિણી કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બિજબહેડાના પજાલપોરા વિસ્તારમાં આવેલા સીઆરપીએફના કેમ્પના વાહનને નિશાન બનાવ્યું હતું. જોકે, આ વિસ્ફોટ બાદ સુરક્ષા બળોએ હવામાં કેટલીક ગોળીઓ પણ ચલાવી વિસ્તારની ઘેરી લીધો હતો. પોલીસે હમલાખોર આતંકવાદીઓની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details