ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICC World Cup 2023: PCBએ ICCમાં અમદાવાદમાં અનુચિત વ્યવહારનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ICCને ફરિયાદ કરી છે કે અમદાવાદમાં ભારત સામેની મેચ દરમિયાન તેમણે અનુચિત વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પાકિસ્તાની પત્રકારો અને ફેન્સને વીઝા પણ આપવામાં આવ્યા નહતા. આ માહિતી PCB મીડિયા દ્વારા એકસ હેન્ડલ પર શેર કરવામાં આવી છે.

PCBએ ICCમાં અમદાવાદમાં અનુચિત વ્યવહારનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી
PCBએ ICCમાં અમદાવાદમાં અનુચિત વ્યવહારનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 2:07 PM IST

હૈદરાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે રમાયેલી મેચ સંદર્ભે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પાકિસ્તાની ખેલાડીઓએ અનુચિત વ્યવહારનો ભોગ બનવું પડ્યું અને પાકિસ્તાની પત્રકારો અને ફેન્સને વીઝા ન આપવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસિટી 1,32,000ની છે જેમાંથી માત્ર એક કે બે પાકિસ્તાની લેખકો ભારત સામેના મહત્વના મુકાબલાનું રિપોર્ટિંગ કરવા હાજર રહ્યા હતા. પાકિસ્તાને પોતાના સમર્થકો અને ફેન્સ માટે અપનાવાયેલી નોન વીઝા પોલિસીની પણ ફરિયાદ કરી છે.

એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરીઃ અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા અને હવે એક્સ તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીસીબી મીડિયાએ લખ્યું છે કે પાકિસ્તાની ફેન્સ અને પત્રકારોને જાણી જોઈને વીઝા આપવામાં આવ્યા નહતા જેમણે વીઝા મળ્યા તે પણ ઘણા વિલંબથી આપવામાં આવ્યા હતા. આ પ્રકારની ફરિયાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આઈસીસીને કરી છે. અમદાવાદ ખાતે મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓને અનુચિત વ્યવહારનો સામનો કરવો પડ્યો હોવાનો ઉલ્લેખ પણ પાકિસ્તાને ફરિયાદમાં કર્યો છે.

20મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે મેચઃ ભારત વિરુદ્ધ મેચ રમતી વખતે પાકિસ્તાની ખેલાડીઓનો દર્શકોના એક ચોક્કસ વર્ગ દ્વારા હુરિયો બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના રોહિત શર્મા આઉટ થયો ત્યારે બની હતી. આ ઉપરાંત પાકિસ્તાની ખેલાડીઓએ અનુચિત વ્યવહારના ભોગ બન્યાની ફરિયાદ કરી છે. મોટેર ખાતે રમાયેલી આ મેચમાં પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફ પણ પધાર્યા હતા. પાકિસ્તાને વર્લ્ડ કપની શરૂઆત હૈદરાબાદથી કરી છે. ત્યારબાદ તેઓ અમદાવાદ રમવા આવ્યા અને હવે તેઓ કર્ણાટકની રાજધાની બેંગાલુરૂમાં રમશે. 20મી ઓક્ટોબરે પાકિસ્તાનની મેચ પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલા ઓસ્ટ્રેલિયા સાથે રમાવાની છે.

  1. ICC World Cup 2023: ઈંગ્લેન્ડ સામે મળેલી જીતને કારણે અમે ન્યૂઝિલેન્ડ સામે આત્મવિશ્વાસથી રમી શકશુંઃ અફઘાનિસ્તાન કેપ્ટન
  2. WORLD CUP 2023: ICCએ અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝને આપ્યો ઠપકો, જાણો શું છે આખો મામલો

ABOUT THE AUTHOR

...view details