- ICCએ કરી 'ટીમ ઓફ ધ ડેકેડ'ની જાહેરાત
- વિવિધ પાંચ કેટેગરી માટે કરી એવોર્ડની જાહેરાત
- એમએસ ધોની અને વિરાટ કોહલીને બનાવ્યા કેપ્ટન
હૈદરાબાદ: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પુરૂષોની ટી-20 અને ODI માટે 'ટીમ ઓફ ધ ડેકેડ'ની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારતના સૌથી સફળ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટી-20 અને ODI બન્ને ફોર્મેટ માટે કેપ્ટન અને વિકેટકીપર બનાવવામાં આવ્યા છે.
ICCએ આજે તેની વિવિઘ પાંચ કેટેગરી માટે એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં પુરૂષોની ટેસ્ટ ટીમ, ટી-20 ટીમ અને ODI ટીમ તેમજ મહિલાઓની ODI તેમજ ટી-20 ટીમ ઓફ ધ ડેકેડની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પુરૂષ અને મહિલા વિભાગમાં સહયોગી ખેલાડી માટે પણ 'પ્લેયર ઓફ ધ ડેકેડ'ની જાહેરાત કરવામાં આવી હતી.
ICC ટી-20 પુરૂષ કેટેગરી 'ટીમ ઓફ ધ ડેકેડ'માં મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન અને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ આ પ્રમાણે છે...
- મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર)
- રોહિત શર્મા
- ક્રિસ ગેલ
- એરોન ફિંચ
- વિરાટ કોહલી
- એબી ડિવિલિયર્સ
- ગ્લેન મેક્સવેલ
- કિયરન પોલાર્ડ
- રાશિદ ખાન
- જસપ્રીત બુમરાહ
- લસિથ મલિંગા