ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CA Foundation Results: ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે પરિણામ - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશન

CA ફાઉન્ડેશન ડિસેમ્બર 2022ની પરીક્ષાનું પરિણામ 3 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશનનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icai.nic.in પર બહાર પાડવામાં આવ્યું છે.

ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે પરિણામ
ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે પરિણામ

By

Published : Feb 3, 2023, 2:27 PM IST

અમદાવાદ: CA ફાઉન્ડેશન ડિસેમ્બર 2022ની પરીક્ષાનું પરિણામ 3 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશનનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icai.nic.in પર બહાર પાડવામાં આવ્યું છે. ICAI દ્વારા CA ફાઉન્ડેશનની પરીક્ષા 14થી 20 ડિસેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશભરમાં અનેક જગ્યાએ લેવામાં આવી હતી.

ફાઉન્ડેશન કોર્સમાં એડમિશન માટે પરીક્ષા:ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશન ડિસેમ્બર 2022ની પરીક્ષા 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર, 2022 દરમિયાન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા ઑફલાઇન મોડમાં લેવામાં આવી હતી. CA ફાઉન્ડેશનની પરીક્ષા ચાર પેપરમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો:Bullet Train Vapi Station: ગુજરાત ગેટ-વે નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરજોશમાં, જાણો વાપી સ્ટેશનની સ્થિતિ

પરીક્ષાનું પરિણામ તપાસવાની પ્રક્રિયા: સૌ પ્રથમ ઉમેદવારો ICAI icai.orgની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. અહીં હોમ પેજ પર ઉપલબ્ધ ICAI CA ફાઉન્ડેશન પરિણામ લિંક પર ક્લિક કરો. આ પછી તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરો. હવે તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. તમારું પરિણામ તપાસો અને તેેને ડાઉનલોડ કરો.

આ પણ વાંચો:Amul hikes milk Price: અમૂલે પ્રતિ લીટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો

રોલ નંબર નાખીને જોઈ શકાશે પરિણામ: અગાઉ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના પરીક્ષા વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરાતમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022માં યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ શુક્રવાર 3 ફેબ્રુઆરી, 2023ના રોજ જાહેર થવાની સંભાવના છે અને તે સતાવાર વેબસાઇટ icai.org અને icai.org. .nic.in પર જોઈ શકાશે. અધિક પરીક્ષા સચિવ એસ.કે. ગર્ગે જણાવ્યું હતું કે ઉપર આપેલ વેબસાઈટ પર પરિણામ મેળવવા માટે ઉમેદવારે તેના રોલ નંબર સાથે નોંધણી નંબર દાખલ કરવો પડશે. જેમાં ઉમેદવારો તેમનું પરિણામ ચકાશી શકશે.

ABOUT THE AUTHOR

...view details