ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IBમાં 10 પાસ માટે બમ્પર ભરતી, 1600 થી વધુ ખાલી જગ્યાઓ ખાલી

નોકરી મેળવવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે આવ્યા ખૂશીના સમાચાર. IB (Intelligence Bureau) એ સિક્યોરિટી આસિસ્ટેંટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જગ્યા પર ભરતી (IB Recruitment 2022) માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પદ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 5 નવેમ્બરથી શરૂકરવામાં આવેશે. નોકરી મેળવવા માટે ધોરણ 10 પાસનું પ્રમાણ પત્ર હોવુ જોઈએ.

By

Published : Oct 29, 2022, 12:26 PM IST

Etv Bharat IBમાં 10 પાસ માટે બમ્પર ભરતી, 1600 થી વધુ ખાલી જગ્યાઓ ખાલી
Etv Bharat IBમાં 10 પાસ માટે બમ્પર ભરતી, 1600 થી વધુ ખાલી જગ્યાઓ ખાલી

ન્યૂઝ ડેસ્ક: નોકરીની રાહ જોઈ બેઠેલા યુવાનો માટે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB Recruitment 2022), IB (Intelligence Bureau) એ સિક્યોરિટી આસિસ્ટંટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પદો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 5 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે ઉમેદવારો તારીખ 25 નવેમ્બર સુધી તેમની અરજી સબમિટ કરી શકશે. આ માટે તેઓએ સત્તાવાર વેબસાઇટ mha.gov.in પર જવું પડશે.

IB ભરતી 2022: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આવ્યા ખૂશીના સમાચાર. કારણ કે કુલ 1671 પદ પર ભરતીકરવામાં આવી છે. જેમાં એક્ઝિક્યુટિવની 1521 અને MTSની 150 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરવા પર ઉમેદવારોએ 5 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે 10મું પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા અને સુચના: પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને પણ છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારની ભરતી સંબંધિત વધુ માહિતી માટે IB 1671 Recruitment 2022 Notification PDF આ લિંક પર જઈ માહીતી મેળવી શકો છો.

ABOUT THE AUTHOR

...view details