નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ બુધવારના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Cds Rawat Chopper Crash) ત્રણેય સેનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના તારણોની જાણકારી (CDS chopper crash inquiry report) આપી હતી. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓ દ્વારા આ માહિતી આપાઇ છે.
જનરલ બિપિન રાવત સહિત અન્ય 13 લોકો માર્યા ગયા હતા
આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ અધ્યક્ષ જનરલ બિપિન રાવતસહિત અન્ય 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતુ કે, તપાસ ટીમે રશિયન બનાવટી Mi-17V5 હેલિકોપ્ટર અકસ્માતને પગલે તમામ તપાસ પૂર્ણ કરી લીધી છે.
હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ નથી
અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ (kannur chopper crash) નથી, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં એર માર્શલ માનવેન્દ્ર સિંહે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'નું નેતૃત્વ કર્યું છે. જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા, તેમના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલએસ લિડર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એ 14 લોકોમાં સામેલ હતા જેમણે તમિલનાડુના કુન્નુર નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.