- મધ્યપ્રદેશથી સેનાના વિમાનમાં આવશે ઑક્સિજનના બાટલા
- જામનગરમાં બૉટલ્સ થશે રિફીલ
- ઝડપથી ઇંદોર પહોંચશે ઑક્સિજનના બાટલા
ઇંદોર: પ્રદેશમાં એક એક શ્વાસ લેવા માટે ઑક્સિજનની રાહ જોઇ રહ્યાં છે ત્યારે હજારો દર્દીઓનું જીવન બચાવવા માટે છેલ્લે ભારત સરકારે ભારતીય વાયુ સેનાને નિર્દેશ આપી દીધો છે. જેના કારણે શુક્રવારે પહેલી વખત વાયુસેનાના વિમાન પહેલી વખત ઇંદોરથી ઑક્સિજનના ખાલી બાટલા લઇને ગુજરાતના જામનગર પહોંચ્યા હતાં. પહેલી વખત સેનાનું c17 વિમાન ગુજરાતના જામનગર ખાતે મધ્યપ્રદેશના કોરોનાના દર્દીઓને બચાવવા માટે ઑક્સિજન લેવા માટે ઉતર્યું હતું
વધુ વાંચો:રાજકોટમાં હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ
ઑક્સિજનની બૉટલ્સ ઝડપથી પહોંચશે
સેના ઑક્સિજનના ખાલી સિલિન્ડર સાથે જામનગર પહોંચ્યું હતું જ્યાંથી ઑક્સિજન રિફિલ કરીને ઝડપથી ઇંદોર બોટલ્સ પહોંચાડવામાં આવ્યો હતો. આમ કરવાથી ઑક્સિજન પહોંચાડવામાં 12 ક્લાકનો સમય બચશે. શુક્રવારે બપોરે વિમાન ઇંદોર એરપોર્ટ પર પહોંચ્યુ હતું જ્યાં ખાલી સિલિન્ડર સાથે એક ટેન્કર હાજર હતું. જેને ટ્રકની મદદથી વિમાનમાં લોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમા કેટલીક અડચણ આવી હતી. જેને પાર પાડીને સાંજે 6:45એ તમામ સિલિન્ડરને વિમાનમાં લોડ કરી લેવામાં આવ્યા હતાં. સેના હવાઇ માધ્યમથી ઑક્સિજનની આ બૉટલ્સ જામનગર પહોંચાડશે. આ બોટલ્સમાં ઑક્સિજન ભરાશે ત્યાર બાદ રોડ માર્ગે 24થી 27 ક્લાકમાં ઇંદોર આવશે. આ વ્યવસ્થાથી ઇંદોરથી જામનગર રોડમાર્ગે જવાનો સમય બચાવી શકાય છે. ઑક્સિજનની અછતને પહોંચી વળવા માટે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સેનાની મદદ માંગી હતી.
વધુ વાંચો:ઓક્સિજન ન મળતા સિવિલ કેમ્પસમાં જ કોરોના સંક્રમિત મહિલાનું મોત