ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓક્સિજનની રિફીલિંગ માટે જોધપુરથી બે ખાલી ટેન્કર જામનગર મોકલાયા - ભારતીય વાયુ સેના

સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે. આવા સમયે દેશભરમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે હવે દેશભરમાં ઓક્સિજન પહોંચાડવા માટે ભારતીય વાયુ સેના મદદ કરી રહી છે. દેશભરમાં ઓક્સિજનની રિફીલિંગ અને ઝડપી વિતરણ માટે વાયુ સેના એરલિફ્ટ લિક્વિડ ઓક્સિજન ટેન્કર મોકલાવી રહી છે. શનિવારે IAF (ઈન્ડિયન એરફોર્સ)એ ઓક્સિજનની રિફીલિંગ માટે રાજસ્થાનના જોધપુરથી જામનગર બે ખાલી ઓક્સિજન ટેન્કર મોકલ્યા છે.

ઓક્સિજનની રિફીલિંગ માટે જોધપુરથી બે ખાલી ટેન્કર જામનગર મોકલાયા
ઓક્સિજનની રિફીલિંગ માટે જોધપુરથી બે ખાલી ટેન્કર જામનગર મોકલાયા

By

Published : Apr 24, 2021, 4:01 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં ઓક્સિજનની અછત ચરમસીમાએ
  • ભારતીય વાયુ સેના કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવી છે
  • ઓક્સિજનની રિફીલિંગ અને ઝડપી વિતરણ કરવા ઓક્સિજન ટેન્કર મોકલાયા

જોધપુર (રાજસ્થાન): સમગ્ર દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં તો ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. તેવામાં ભારતીય વાયુ સેના કોરોનાના દર્દીઓની સેવા માટે આગળ આવી છે. આવા સમયમાં સમગ્ર દેશમાં ઓક્સિજનની રિફીલિંગ અને ઝડપી વિતરણ માટે વાયુ સેના વિમાન મારફતે લિક્વિડ ઓક્સિજન ટેન્કર મોકલાવી રહી છે.

ભારતીય વાયુ સેના કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવી છે

આ પણ વાંચોઃIAFના એરક્રાફ્ટ અન્ય દેશોના ઓક્સિજન કન્ટેનરોને લઇ પાનગઢ પહોંચ્યા

રાજસ્થાનમાં ઓક્સિજનની માગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર કરી રહી છે કામ

જોધપુરની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની વધતી માગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનને ગુજરાતના જામનગરમાંથી 30થી 40 કિલોલીટર ઓક્સિજન ક્વોટા ફાળવ્યા છે.

ઓક્સિજનની રિફીલિંગ અને ઝડપી વિતરણ કરવા ઓક્સિજન ટેન્કર મોકલાયા

આ પણ વાંચોઃએરફોર્સના C-17 વિમાનથી મોકલ્યું ટેન્કર, જામનગરથી ઓક્સિજન લાવશે

રિફીલ કરાયેલા ટેન્કર રોડ મારફતે જોધપુર પહોંચશે

ભારતીય વાયુ સેનાના લશ્કરી વિમાન જોધપુર પહોંચ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, એક વખત રિફીલ કરાયેલા ટેન્કર રોડ મારફતે જામનગરથી જોધપુર પરત ફરશે અને જો આમાં કોઈ અડચણ આવશે તો વિમાનના માધ્યમથી ટેન્કરોને પહોંચાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details