ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો - હિડન એરબેઝ

આ પહેલા કાબુલથી એર ઇન્ડિયાનું વિમાન પણ આજે સવારે ભારત પહોચ્યું છે. આ વિમાનમાં 87 ભારતીયો સવાર હતા. તેમને તાજિકિસ્તાન મારફતે દિલ્હી લાવામાં આવ્યા હતા.જે બાદ ભારતીય વાયુસેનાનો વિમાન C-17 હિડન એરબેઝ પર ભારતીયોને લઇને પહોચ્યો છે.

કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો
કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો

By

Published : Aug 22, 2021, 10:57 AM IST

  • કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો
  • આગાઉ 87 લોકોને લાવામાં આવ્યા
  • ભારતીય વાયુસેનાનો વિમાન C-17 હિડન એરબેઝ પર પહોંચ્યો

નવી દિલ્હી : અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોને એરલિફ્ટ કરાવી રહી છે. માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાના વિમાન C-17 એ આજે ​​સવારે જ કાબુલથી ઉડાન ભરી હતી. તેમાં 168 મુસાફરો સવાર હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે C-17 વિમાન કાબુલથી ભારત માટે રવાના થયું છે. આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો મુસાફરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિમાન આજે સવારે કાબુલથી રવાના થયું હતું, જે આજે જ ગાઝિયાબાદમાં હિન્ડન એરબેઝ પહોંચશે.જોકે ભારતીય વાયુસેનનો વિમાન ભારતીઓને લઇ આજે હિડન એરબેઝ પર પહોંચી ગયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા ટ્વિટ કરાયું

આ પહેલા કાબુલથી એર ઇન્ડિયાનું વિમાન પણ આજે સવારે ઉપડ્યું હતું. આ વિમાનમાં 87 ભારતીયો સવાર હતા. તેમને તાજિકિસ્તાન મારફતે દિલ્હી લાવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા પણ આ માહિતી ટ્વિટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા

ભારતીય દૂતાવાસે પણ ટ્વિટ કરી માહીતી આપી

કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લાવવામાં આવેલા 135 ભારતીયોની પ્રથમ બેચને ભારત પરત મોકલવામાં આવી રહી છે. કતારમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું કે 135 ભારતીયોની પ્રથમ બેચ, જેમને કાબુલથી તાજેતરમાં દોહા લાવવામાં આવ્યા હતા, આજે રાત્રે ભારત પરત મોકલવામાં આવશે.

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટની દિવાલ પાર કરનાર અને વાયરલ થયેલી તસ્વીરના બાળકનું પાછળથી શું થયું...

ABOUT THE AUTHOR

...view details