- લોક જનશક્તિ પાર્ટી 2 વિભાગમાં વહેંચાઈ
- બળવાખોર સાંસદોએ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પશુપતિ પારસને પસંદ કર્યા
- પાર્ટી દિવંગત રામવિલાસ પાસમાનના રસ્તા પર ચાલતી રહેશેઃ સાંસદો
નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી 2 વિભાગમાં વહેંચાઈ ગઈ છે. પાર્ટીના બળવાખોર સાંસદોએ ચિરાગ પાસવાનને પાર્ટીના સંસદીય દળના નેતાના પદ પરથી હટાવી દીધા છે. તેમણે પશુપતિ પારસ પાસવાનને નવા નેતા તરીકે પસંદ કર્યા છે. તમામ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. જોકે, આ તમામની વચ્ચે ચિરાગ પાસવાન પોતાના નારાજ કાકા અને સાંસદ પશુપતિ પારસને મનાવવા તેમના દિલ્હીના ઘરે પહોંચ્યા છે.
આ પણ વાંચો-લોક જનશક્તિ પાર્ટીના 5 લોકસભા સાંસદે કર્યો બળવો, JDUમાં સામેલ થવાની સંભાવના
અમે મજબૂરીથી બળવો કર્યોઃ પશુપતિ પારસ
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કર્યા પછી બિહારના હાઝીપુરથી લોકસભા સાંસદ પશુપતિ પારસે કહ્યું હતું કે, અમે મજબૂરીમાં આ નિર્ણય લીધો છે. પાર્ટી દિવંગત રામવિલાસ પાસમાનના રસ્તા પર ચાલતી રહેશે. તેમણે કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં 6 સાંસદ છે. 5 સાંસદની ઈચ્છા હતી કે, પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. એટલે પાર્ટીને બચાવવામાં આવે. મેં પાર્ટીને તોડી નથી ઉલટાની બચાવી છે. ચિરાગ પાસવાનથી કોઈ ફરિયાદ નથી. કોઈ વાંધો નથી કે તેઓ પાર્ટીમાં રહે.
બળવાખોર સાંસદોએ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પશુપતિ પારસને પસંદ કર્યા આ પણ વાંચો-વડોદરામાં 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચ્યા
નીતિશ કુમાર બિહારના વિકાસ પુરૂષઃ પશુપતિ પારસ
પશુપતિ પારસે જણાવ્યું હતું કે, લોક જનશક્તિ પાર્ટી વેરવિખેર થઈ રહી છે. કેટલાક અસામાજિક તત્વોએ અમારી પાર્ટીમાં ભાગલા પાડ્યા અને 99 ટકા કાર્યકર્તાઓની ભાવનાને અવગણીને ગઠબંધન તોડી દીધું. તેમણે કહ્યું હતું કે, નીતિશ કુમાર બિહારના વિકાસ પુરૂષ છે. જેડીયુમાં ગઠબંધન અંગે પશુપતિ પારસે કહ્યું હતું કે, આ 100 ટકા ખોટું છે. લોક જનશક્તિ પાર્ટી અમારી પાર્ટી છે. બિહારમાં સંગઠન મજબૂત છે. મે એનડીએની સાથે હતો અને ગઠબંધનનો હિસ્સો જ રહીશ. પશુપતિ પારસે કહ્યું હતું કે, હું એકલો એવું અનુભવું છું. પાર્ટીની દોરી તેમના હાથમાં ગઈ. પાર્ટીના 99 ટકા કાર્યકર્તા, સાંસદ, ધારાસભ્ય અને સમર્થક તમામની ઈચ્છા હતી કે, અમે 2014માં NDA ગઠબંધનનો હિસ્સો બનીએ અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં હિસ્સો બની રહીએ.