નવી દિલ્હીઃકોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ, વારંવાર કોગ્રેસ પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પરિવારના સભ્યોએ તેમને ઘર છોડવા માટે મજબૂર કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મોદી માત્ર એક બહાનું છે. G23નો પત્ર લખવામાં આવ્યો, ત્યારથી તેમની સાથે મારી સાથે વિવાદ (forced to leave my home ) છે. તે ક્યારેય ઈચ્છતા ન હતા કે કોઈ તેને પત્ર લખે, તેને પ્રશ્ન કરે. કોંગ્રેસ સાથે મારી અનેક બેઠકો થઈ, પરંતુ એક પણ સૂચન લેવામાં આવ્યું ન હતું. ghulam nabi azad on congress
ગુલામ નબી આઝાદે કહ્યું, મોદી એક બહાનું છે, પરિવારના સભ્યોએ તેમને ઘર છોડવા મજબૂર કર્યા
ગુલામ નબી આઝાદે થોડા દિવસો પહેલા કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. આ બાબતે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી એક બહાનું છે, અમે તેમની આંખોમાં ખટકી રહ્યા છે. forced leave my home, ghulam nabi azad on congress
આ પણ વાંચો :કોંગ્રેસ છોડ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવશે આઝાદ, જમ્મુથી પ્રારંભ
પોતાના પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે, જ્યારે પરિવારના સભ્યો પરાયું વિચારવા લાગે છે, તો તમારે પણ ઘર છોડી દેવું જોઈએ. આઝાદે કહ્યું કે મોદી એક બહાનું છે, હું તેમની આંખોમાં ખટકી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ પર કટાક્ષ કરતા આઝાદે કહ્યું કે, પહેલા તેઓએ તેમના DNAની તપાસ કરાવવી જોઈએ, તેઓ ક્યાંના છે અને કઈ પાર્ટીના છે, તેઓએ જોવું જોઈએ કે તેમનો DNA કઈ પાર્ટીમાં છે. બહારના લોકોને કોંગ્રેસનું ઠેકાણું ખબર નથી. ખુશામત કરીને અને ટ્વિટ કરીને પોસ્ટ મેળવનારાઓ આક્ષેપો કરે તો અમને દુઃખ થાય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને બચાવવા માટે દવાની જરૂર નથી, પરંતુ તેમની પાસે ડોક્ટર નથી, પરંતુ કમ્પાઉન્ડર છે. ghulam nabi azad on congress