- ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
- 87.58 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું
- નીરજ ચોપરાએ દોડવીર મિલ્ખા સિંહનુ સપનું પૂર્ણ કર્યું
ટોક્યો : જેવેલિન થ્રોવર નીરજ ચોપરા(star javelin thrower Neeraj Chopra )એ શનિવારે ઓલિમ્પિક( Tokyo Olympics 2020 )માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને કહ્યું હતું કે, તે અવિશ્વસનીય લાગે છે. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ તેમના પ્રદર્શન દરમિયાન આત્મવિશ્વાસથી ભરેલા હોવા છતાં પોડિયમની ટોચના સ્થાને હશે એ તે આશ્વસ્ત ન હતા.
ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય
ચોપરાએ 3 દિવસ અગાઉ ક્વોલિફિકેશનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું, 87.58 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે દેશના ટ્રેકમાં ઓલિમ્પિકમાં એથલિટીક્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા હતો. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું કે, આ વર્ષે સૌથી મહત્વનું આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમવાનું હતું. બધાએ સહકાર આપ્યો. મને જે 2-3 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ મળી તે મારા માટે જરૂરી હતી. ઓલિમ્પિક્સ હતી પરંતુ કોઈ દબાણ નહોતું કે હું મોટા થ્રોઅર સાથે રમી રહ્યો છું.
એથ્લેટિક્સમાં પહેલો ઓલિમ્પિક મેડલ
23 વર્ષીય ચોપરાએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે, તેઓને વિશ્વાસ થઈ રહ્યો નથી. ભારતે પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. અમારી પાસે અન્ય રમતોમાં માત્ર એક ઓલિમ્પિક ગોલ્ડ છે. તેમણે કહ્યું કે, એથ્લેટિક્સમાં આ આપણો પહેલો ઓલિમ્પિક મેડલ છે. તે મારા અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. નીરજ ચોપરાએ કહ્યું કે, એવું લાગતું હતું કે હું તેમની સાથે પહેલા પણ રમી ચૂક્યો છું. હું મારા પ્રદર્શન પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી શક્યો. ઈજાગ્રસ્ત થયા બાદ ઘણા ઉતાર - ચઢાવ આવ્યા છે. મારી સખત મહેનત તો છે જ, સાથે સાથે તમારા બધા પણ મહેનત પણ છે. બધી સુવિધાઓ માટે આભાર.