ગુવાહાટી: આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભગવદ ગીતાના એક શ્લોકની પોસ્ટ કરવા બદલ માફી માંગી છે, જે જાતિના આધારે વ્યવસાય સાથે સંબંધીત હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, તે પોસ્ટ તેમની ટીમના સભ્ય દ્વારા કરાઈ હતી પંરતુ તે તેમના ધ્યાનમાં આવતા તેને તરત જ તેને હટાવી દેવામાં આવી હતી.
Himanta Biswa Sarma apologise: 'હું માફી માંગુ છું, તે ભગવદ ગીતાના શ્લોકનો ખોટો અનુવાદ હતો': હિમંતા બિસ્વા સરમા - હિંમતા બિસ્વા સરમા
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ભગવદ ગીતાના એક શ્લોકનું વિવાદાસ્પદ અનુવાદ કરીને પોસ્ટ કરવા બદલ માફી માંગી છે. આ માટે તેમણે તેમની ટીમના સભ્યને જવાબદાર ઠેરવ્યાં છે. ગીતાના 18માં અધ્યાયના 44માં શ્લોકનું અનુવાદ કરીને એક પોસ્ટ શેર કરી હતી. જે જાતિ આધારિત રોજગાર સાથે સંબંધિત ખોટી અનુવાદ કરેલી હતી.
Published : Dec 29, 2023, 12:20 PM IST
મુખ્યપ્રધાને લખ્યું હતું કે, "નિત્યક્રમ મુજબ હું મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દરરોજ સવારે ભગવદ ગીતાનો એક સ્લોક અપલોડ કરું છું. આજ સુધીમાં, મેં 668 શ્લોક પોસ્ટ કર્યા છે. તાજેતરમાં જ મારી ટીમના એક સભ્યએ 18માં અધ્યાય 44 શ્લોક માંથી એક ખોટા અનુવાદ સાથે એક્સ પર એક પોસ્ટ શેર કરી," જેમ જ મને ભૂલ જણાઈ, મેં તરત જ પોસ્ટ કાઢી નાખી. મહાપુરુષ શ્રીમંત શંકરદેવની આગેવાની હેઠળની સુધારણા ચળવળને પરિણામે આસામ રાજ્ય જાતિવિહીન સમાજનું સંપૂર્ણ ચિત્ર પ્રતિબિંબિત કરે છે. મુખ્યપ્રધાને લોકોની માફી માંગતા લખ્યું હતું કે, 'જો ડિલીટ કરેલી પોસ્ટથી કોઈને નારાજગી થઈ હોય તો હું દિલથી માફી માંગુ છું'.
હિમંત દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ હાલમાં ડિલીટ કરવામાં આવી છે, જેમાં લખ્યું હતું: "કૃષિ, ગાયપાલન, વાણિજ્ય આ વૈશ્યોનું પ્રાકૃતિક કાર્ય છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ ત્રણ વર્ણોની સેવા કરવી એ શુદ્રનું પ્રાકૃતિક કાર્ય છે."