ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગે લાગવા તૈયાર છું: મમતા

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની સેવા વિસ્તાર આપ્યા પછી અને વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં મોડા પહોંચ્યા પછી, મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળના કલ્યાણ માટે તેઓ નરેન્દ્ર મોદીના પગે પડવા તૈયાર છે.

By

Published : May 30, 2021, 9:30 AM IST

બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગે લાગવા તૈયાર છું: મમતા
બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગે લાગવા તૈયાર છું: મમતા

  • બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગને પડવા તૈયાર છુંઃ મમતા
  • પોપટની જેમ વડાપ્રધાન તમામ નકલી માહિતી જણાવી રહ્યા છેઃ મમતા
  • ગુજરાતમાં વિપક્ષી નેતાઓને કેમ બોલાવાયા નહીં

કોલકાતા: વડાપ્રધાન મોદી સાથેની મીટિંગમાં મોડા પહોંચવા અંગે સ્પષ્ટતા આપતાં મમતા બેનર્જીએ કહ્યું કે, મને ખરાબ લાગ્યું, પીએમઓ દ્વારા પ્રસારિત એકપક્ષીય માહિતી ચલાવીને તેઓએ મારું અપમાન કર્યું છે. હું કામ કરતી વખતે તેઓ તેમ કરી રહ્યા હતા. બંગાળના કલ્યાણ માટે હું નરેન્દ્ર મોદીના પગને પડવા તૈયાર છું, કૃપા કરીને ગંદું રાજકારણ ન કરો. આ રાજનૈતિક પ્રતિશોધ બંધ કરો.

આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા-બંગાળના 'યાસ' પ્રભાવિત વિસ્તારોની લેશે મૂલાકાત, બેઠકમાં મમતા બેનર્જી જોડાશે

અમને જબરદસ્ત વિજય મળ્યો છેઃ મમતા

મમતાએ કહ્યું, અમને જબરદસ્ત વિજય મળ્યો છે, તેથી તમે આવું વર્તન કરો છો? તમે બધું અજમાવ્યું અને હારી ગયા. તમે અમારી સાથે રોજ કેમ ઝઘડો કરો છો?

શું રાજ્ય સરકાર કોવિડ-19 અને યાસના આ સંકટને પહોંચી વળવા માટે રાત-દિવસ કામ કરી રહી હતી

તેમણે એમ પણ કહ્યું કે, પોપટની જેમ વડાપ્રધાન તમામ નકલી માહિતી જણાવી રહ્યા છે, જે તેમના વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો, શું રાજ્ય સરકાર કોવિડ-19 અને યાસના આ સંકટને પહોંચી વળવા માટે રાત-દિવસ કામ કરી રહી હતી, આ વચ્ચે આ બધુ કરવાનું શું વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાનનું કાર્ય લોકતાંત્રિક રૂપથી ચૂંટવામાં આવેલી રાજ્ય સરકારને બદનામ કરવા માટે છે?

મારુ અને મુખ્ય સચિવ અલપન બંધ્યોપાધ્યાયનું અપમાન કરવામાં આવ્યું છેઃ મમતા

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની સેવા વધારવા અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મારુ અને મુખ્ય સચિવ અલપન બંધ્યોપાધ્યાયનું અપમાન કરવામાં આવ્યું છે. તેણે પૂછ્યું, કેમ તેઓ આટલા ગુસ્સે છે? આ ગુસ્સો માત્ર એટલા માટે છે કે મુખ્ય સચિવ બંગાળી છે? કેન્દ્ર રાજ્ય સરકારને કામ કરવાની મંજૂરી આપી રહ્યું નથી.

છેલ્લા બે વર્ષમાં સંસદીય વિપક્ષી નેતાઓની શા માટે કોઈ જરૂર નહોતી

અમારી ભૂલ શું હતી? છેલ્લા બે વર્ષમાં સંસદીય વિપક્ષી નેતાઓની શા માટે કોઈ જરૂર નહોતી અથવા ગુજરાતમાં વિપક્ષી નેતાઓને કેમ બોલાવાયા નહીં (સભાઓમાં)? મારા (મુખ્યપ્રધાન) શપથ લીધા પછી રાજ્યપાલે કાયદો અને વ્યવસ્થાની વાત કરી અને કેન્દ્રીય ટીમોને મોકલવામાં આવી.

સીએસ, એચએસ અને એફએસ તમામ દર વખતે બેઠકોમાં ભાગ લે છે

તેમણે કહ્યું, મારું આ પ્રકારનું અપમાન ન કરો, બંગાળને બદનામ ન કરો. મારા સીએસ, એચએસ અને એફએસ તમામ દર વખતે બેઠકોમાં ભાગ લે છે, તેઓ કેન્દ્ર માટે કામ કરી રહ્યા છે, તેઓ રાજ્યની નોકરી ક્યારે કરશે. શું તમને લાગતું નથી કે આ રાજકીય બદલો છે.

વડાપ્રધાન મોદી યાસ ચક્રવાતના કારણે થયેલા નુકસાનનો હિસ્સો લેવા બંગાળ પહોંચ્યા

જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં યાસ ચક્રવાતના કારણે થયેલા નુકસાનનો હિસ્સો લેવા બંગાળ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી 30 મિનિટ મોડા પહોંચ્યા. મમતા બેનર્જીએ શુક્રવારે રાજ્યમાં ચક્રવાત 'યાસ'ના કારણે થયેલા નુકસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અહેવાલ આપ્યો હતો અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વિકાસ માટે 20,000 કરોડના પેકેજની માંગ કરી હતી. તે પછી મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતાની માગણી મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા.

કેન્દ્રમાં અધિકારીને દિલ્હીમાં રિપોર્ટ કરવા નિર્દેશ પણ આપ્યો

સોમવારે કેન્દ્રમાં અધિકારીને દિલ્હીમાં રિપોર્ટ કરવા નિર્દેશ પણ આપ્યો હતો. પશ્ચિમ બંગાળ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી બંદોપાધ્યાય 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી 31મેના રોજ નિવૃત્ત થવાના હતા. જો કે, કેન્દ્રની મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાની સેવાનો વધારો આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારને મોકલવામાં આવેલા પત્રમાં, કર્મચારી મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય વહીવટી સેવા (કેડર) નિયમો 1954ની જોગવાઈઓ અનુસાર તાત્કાલિક અસરથી બંદોપાધ્યાયની સેવાઓ ભારત સરકારમાં સમાવિષ્ટ કરવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠકના ચૂંટણી પરિણામ અંગે મમતા બેનર્જી જશે કોર્ટ

કેન્દ્રના આદેશથી તૃણમૂલ કોંગ્રેસને નારાજ કરી

જેમાં બંદોપાધ્યાયને 31મેના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં કર્મચારી અને તાલીમ વિભાગ, ઉત્તર બ્લોક, નવી દિલ્હીને રિપોર્ટ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે, અને રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી અધિકારીને કાર્યમુક્ત કરવા જણાવ્યું છે. કેન્દ્રના આદેશથી તૃણમૂલ કોંગ્રેસને નારાજ કરી દીધી

ABOUT THE AUTHOR

...view details