રાયચુર: કાર અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં (Raichur horrific road accident) એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના સિંધનુર તાલુકાના બાલાજી કેમ્પ પાસે બની હતી. (Hyderabad family road accident) અકસ્માતમાં પતિ, પત્ની અને બે બાળકો (પુરુષ, સ્ત્રી)ના મોત થયા હતા.
આ પણ વાંચો:સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ
મૃતકોની ઓળખ પ્રદીપ (35), પૂર્ણિમા (30), જીતિન (12) અને માહીન (7) તરીકે થઈ છે. ગોવાથી હૈદરાબાદ પરત ફરતી વખતે એક લોરી કાર સાથે અથડાઈ હતી. સમાચાર મળતાની સાથે જ બાલાગાનુર પોલીસે સ્થળની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પોલીસે સંબંધીઓનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો:લો બોલો, પોલીસે મોબાઈલ એપની મદદથી ચોરાયેલુ બૂલેટ શોધી કાઢ્યુ
ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આરોપીને શોધી રહી છે. આ અંગે બાલાગાનુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.