ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કરના હાઈબ્રિડ આતંકવાદીની કરી ધરપકડ - હાઈબ્રિડ આતંકવાદીની ધરપકડ થઈ

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના (Lashkar e Taiba) એક હાઈબ્રિડ આતંકવાદીની ધરપકડ કરવામાં (hybrid terrorist arrested) આવી છે. આ વિસ્તારમાં વધુ તપાસ અને દરોડા ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કરના હાઈબ્રિડ આતંકવાદીની કરી ધરપકડ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કરના હાઈબ્રિડ આતંકવાદીની કરી ધરપકડ

By

Published : Oct 18, 2022, 9:35 AM IST

કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના (Lashkar e Taiba) એક હાઈબ્રિડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેની દક્ષિણ કાશ્મીરના શોપિયાં વિસ્તારમાંથી ધરપકડ કરવામાં (hybrid terrorist arrested) આવી હતી. તે તાજેતરમાં 2 મજૂરોના હુમલામાં સામેલ હતો. આ હુમલામાં બંને કામદારોના મોત થયા હતા. વિસ્તારમાં ઘેરાબંધી કરીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે જ પકડાયેલા શંકાસ્પદ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાઈબ્રિડ આતંકવાદીની કરી ધરપકડ :કાશ્મીર ઝોનના ADGP વિજય કુમારે કહ્યું કે, 'પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar e Taiba) હાઈબ્રિડ આતંકવાદી ઈમરાન બશીર ગનીની ધરપકડ કરવામાં આવી છે. તે શોપિયાંના હરમનનો રહેવાસી છે. શોપિયા પોલીસે તેની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં વધુ તપાસ અને દરોડા ચાલુ છે. સાથે જ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

હુમલામાં ઈમરાન બશીર ગની સામેલ હતો :પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ શોપિયાંમાં હરમેનમાં ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં યુપીના કન્નૌજના રહેવાસી 2 મજૂરો મનીષ કુમાર અને રામ સાગર ઈજાગ્રસ્ત થયા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં ઈમરાન બશીર ગની સામેલ હતો.

ABOUT THE AUTHOR

...view details