નવી દિલ્હીઃ રાજધાનીમાં નજીવી બાબતે પતિએ પત્નીને માર માર્યો હતો. પત્ની બીમારીને કારણે રસોઇ કરી શકતી ન હતી. જેથી પતિએ પત્નીને માર મારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસે મૃતક મહિલાના આરોપી પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:Ahmedabad Murder Case: સરપ્રાઈઝ આપવા બોલાવી શરીરના કટકા કર્યા, ઉકરડામાં ફેંક્યું માથું
રસોઈ ન બનાવતાં પતિએ માર્યો માર: મળતી માહિતી મુજબ પ્રીતિ અને બજરંગીના લગ્ન લગભગ 3 વર્ષ પહેલા થયા હતા. બંને તેમના પરિવાર સાથે મુકુંદપુર વિસ્તારમાં રહેતા હતા અને તેમને 6 મહિનાની બાળકી પણ હતી. બાળકીના જન્મથી જ પ્રીતિ બીમાર હતી, જેના કારણે તે ઘરનું કામ બરાબર કરી શકતી ન હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઘણી વખત ઝઘડા થયા હતા, પરંતુ સંબંધીઓએ દંપતીનું સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.
બાળકીને બચાવવામાં જીવ ગુમાવ્યો: એક વાર રવિવારે જ્યારે બજરંગી નશામાં ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્નીએ ભોજન બનાવ્યું ન હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ બજરંગીએ તેની પત્નીને લાકડીથી મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્રીતિના ખોળામાં 6 મહિનાની બાળકી પણ હતી. તેને બચાવવાના કારણે તે ભાગી ન શકી અને માર મારવાના કારણે તે બેહોશ થઈ ગઈ.
આ પણ વાંચો:Kiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ, કિરણ પટેલને શ્રીનગરથી લવાશે અમદાવાદ
આરોપી પતિની ધરપકડ:આ પછી બજરંગીએ તેની સાસુ અનિતા દેવીને ફોન કર્યો અને તેની પત્નીની ખરાબ તબિયત વિશે જણાવ્યું. ત્યારબાદ પ્રીતિની માતા ત્યાં પહોંચી અને ત્યાં બેભાન અવસ્થામાં મળી આવી. આના પર પરિવારના સભ્યો પ્રીતિને બુરારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી રહી છે.