મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી (Triple talaq) છે. જ્યાં પતિએ પત્નીને માત્ર એટલા માટે ટ્રિપલ તલાક આપ્યા કારણ કે તે જાડી થઈ ગઈ (husband given triple talaq wife) હતી. પોતાની વેદનાને લઈને પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને ન્યાય માટે આજીજી કરી રહી છે. જિલ્લાના લિસાડીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝાકિર કોલોનીમાં રહેતી નજમા નામની મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા છે, પતિએ એટલા માટે ટ્રિપલ તલાક આપ્યા કારણ કે, હું જાડી થઈ ગઈ (man divorces fat wife) છું.
આ પણ વાંચો :સાસરિયાવાળાએ બુલેટ ન આપતા મહિલાનું મુંડન કર્યું, પછી તલાક આપ્યા
ટ્રિપલ તલાક માટે નોટિસ :પીડિતાનો આરોપ છે કે, પતિએ તેને ટ્રિપલ તલાક માટે નોટિસ પણ મોકલી છે. નોટિસ જોઈને તેણે પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ જવાબમાં કહ્યું હતું કે, તું જાડી થઈ ગઈ છે અને હું તને છૂટાછેડા આપું છું, જે બાદ પત્ની પોલીસ સ્ટેશન પર પહોંચીને ન્યાયની આજીજી કરી હતી. સીઓ અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે, આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી, પરંતુ જો કોઈએ આ રીતે સંબંધ ખતમ કર્યો છે, તો અમે તપાસ કરીશું. Meerut fast shaming