નારાયણગાંવ (પુના): જુન્નરના ધોંડકરવાડી નિમડેરીમાં (Dhondkarwadi Nimderi in Junnar) રહેતા રમેશ નવનાથ કંસકર (29)ના લગ્ન વિદ્યા કંસકર (23) સાથે થયા હતા.જેનું 14 નવેમ્બરના રોજ વારુલવાડીના મુખ્ય માર્ગ પર ડેરીની સામે ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરથી મોત થયું (died in accident) હતું. રમેશ અને વિદ્યા વિદ્યાની માતા વિમલ જાધવ સાથે સોનાના ઘરેણા ખરીદવા નારાયણગાંવ (Narayangaon, puna) આવી હતી. ખરીદી કરીને બાઇક પર ઘરે જઇ રહી હતી ત્યારે દૂધની ડેરી સામે ટ્રાફિક જામ થતાં વિદ્યા બાઇક પરથી ઉતરી ગઇ હતી. તે જ સમયે સામેથી એક ટ્રેક્ટર શેરડી ભરેલી બે ટ્રોલી સાથે આવી રહ્યું હતું. વિદ્યા તેમાંથી એક સાથે અથડાઈ હતી અને વ્હીલ નીચે (accident on road) આવી ગઈ હતી.
સગર્ભા પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થતા પતિએ આપઘાત કરી ટૂંકાવ્યું જીવન
પુણે જિલ્લાના જુન્નર તાલુકામાં ((Dhondkarwadi Nimderi in Junnar) ) ગુરુવારે એક અકસ્માતમાં (road accident) તેની 23 વર્ષીય ગર્ભવતી પત્નીના મૃત્યુના માનસિક આઘાતને કારણે એક પતિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. 8 મહિના પહેલા થયેલા પ્રેમ લગ્નનો કરું અંજામ આવ્યો છે. પત્નીના મૃત્યુ બાદ પતિએ આત્મહત્યા કરી લેતા પરિવાર વિખેરાઈ ગયો હતો.
પત્નીના મૃત્યુ બાદ પતિની આત્મહત્યા:પતિની સામે જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત માટે રમેશ પોતે જ જવાબદાર હોવાનું માનીને છેલ્લા ત્રણ દિવસથી માનસિક તણાવમાં હતો. આ જ હાલતમાં તેણે મધરાતના સુમારે ઝેર પી લીધું હતું. સવારે તેને ઉલ્ટીઓની તકલીફ શરૂ થતાં તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. રમેશને શરૂઆતમાં જુન્નરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેની હાલત વધુ ખરાબ થતાં તેને નારાયણગાંવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
8 મહિના પહેલા થયા હતા પ્રેમ લગ્ન: રમેશ કંસકર અને વિદ્યાએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેણીના શિક્ષણનો કેટલોક ખર્ચ રમેશે લગ્ન પહેલા ઉઠાવ્યો હતો. વિદ્યા પાસે તેની માતા સિવાય કોઈ નહોતું. તેથી રમેશ તેની માતા સાથે વિદ્યાની સંભાળ રાખતો હતો. આઠ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. વિદ્યા એક મહિનાની ગર્ભવતી હતી. પત્નીના આકસ્મિક મૃત્યુથી રમેશને આઘાત લાગ્યો હતો. તેમના પરિવારમાં તેમના માતા-પિતા, એક ભાઈ અને એક બહેન છે.