ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જંગલમાં પતિ-પત્નિને નિશાન બનાવી મહિલાને નગ્ન કરવાનો વીડિયો વાયરલ - જંગલમાં પતિ પત્નિને નિશાન બનાવી

હમીરપુરથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં સિટી ફોરેસ્ટના જંગલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક અસામાજીક તત્વોએ પતિ-પત્નીને નિશાન બનાવી તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નોંધનીય છે કે, 16 ઓગસ્ટના રોજ શહેરના આ જંગલમાં યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. husband and wife targeted by goons

જંગલમાં પતિ-પત્નિને નિશાન બનાવી મહિલાને નગ્ન કરવાનો વીડિયો વાયરલ
જંગલમાં પતિ-પત્નિને નિશાન બનાવી મહિલાને નગ્ન કરવાનો વીડિયો વાયરલ

By

Published : Aug 24, 2022, 8:20 AM IST

હમીરપુરઃ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં પ્રેમીની સામે જ યુવતીના કપડાં ઉતારવાની મામલો થાળે પડ્યો ન હતો કે, હમીરપુરના સિટી ફોરેસ્ટના જંગલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે પ્રેમી-પ્રેમિકા નહીં પરંતુ, અસામાજીક તત્વોએ પતિ-પત્નીને નિશાન બનાવી (husband and wife targeted by goons) આ યુગલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નોંધનીય છે કે, 16 ઓગસ્ટના રોજ શહેરના આ જંગલમાં યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ (Viral video of husband and wife molesting) થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો-ફૂગ બ્લેક કાર્બનને મારી નાખે છે IIP દેહરાદૂનના વૈજ્ઞાનિકોની નવી શોધ

તાજેતરનો મામલો પણ હમીરપુરના સિટી ફોરેસ્ટના જંગલ સાથે સંબંધિત છે. જ્યાં ફરવા ગયેલા પતિ-પત્નીને લૂંટના ઈરાદે અસામાજીક તત્વોએ નિશાન બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અડધો ડઝન આરોપી છોકરાઓ દબંગ જોવા મળી રહ્યા છે. જ્યાં તેઓએ પતિને લાકડીઓ વડે માર માર્યો હતો.

આ પણ વાંચો-બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લાને મિત્ર માનતી સોનાલી ફોગાટનું ગોવામાં નિધન

જ્યારે પત્ની આનો વિરોધ કરે છે તો તેની સાથે સાડી ખેંચીને પણ ખરાબ વર્તન કરવામાં આવે છે અને પોલીસની ધમકી આપવામાં આવે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં પોલીસે વાયરલ વીડિયોની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details