કોલકાતા:વાવાઝોડા અસાનીનો (Cyclone Asani) પશ્ચિમ બંગાળમાં પ્રવેશ થયા બાદ ત્યાંના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન ખાતાનું (Weather Department) એવું કહેવું છે કે, તોફાનની તીવ્રતા વધી શકે છે. તેથી માછીમારોએ દરિયો ખેડવા (Fishermen Alert) માટે જવું નહીં. કોસ્ટગાર્ડની ટીમ અને ક્વિક રીસ્પોન્સ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારના તંત્રએ દરિયાના કિનારાના પ્રદેશ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દીધી છે. પ્રવાસીઓ કે સ્થાનિકોને દરિયા નજીક જવાની મનાઈ કરી દેવાઈ છે. સંબંધીત જિલ્લામાં ચોવીસ કલાક માટે કંટ્રોલ રૂમ (Control Room for Cyclone) શરૂ કરી દેવામાં આવ્યો છે. સૈન્ય તરફથી બે એરક્રાફ્ટ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. દક્ષિણી આદામાન નિકોબાર દ્વીપ સમુહથી શરૂ થયેલું આ તોફન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારા બાજું આગળ વધ્યું હતું.
આ પણ વાંચો:દરેક વાવાઝોડાના નામ કેમ અલગ અલગ હોય છે અને કોણ રાખે છે, જાણો શું છે કારણ...
આ રાજ્યમાં ભારે વરસાદ: પશ્ચિમ બંગાળના દરિયામાં અસાની ચક્રવાત પોતાની તાકાત દેખાડશે. જેના કારણે પશ્ચિમ બંગાળ સહિત બીજા કેટલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તારીખ 14 મે સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (Massive Rain Fall) પડવાની પૂરી શક્યતાઓ છે. સોમવારે સવારે અસાની તોફાન પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રીય થયું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારથી 24 કલાક માટે વાતાવરણને (Weather Alert) લઈને મોટું એલર્ટ અપાયું છે. ભારતના હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર અસાની તોફાન ઉત્તર પશ્ચિમ તરફ તીવ્રતા સાથે આગળ વધી રહ્યું છે. ભારે પવન સાથે આગળ વધતુ હોવાને કારણે ચક્રવાત પણ જોવા મળશે. મંગળવારે રાત સુધીમાં આ તોફાન આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારા પ્રદેશ સુધી પહોંચી શકે છે. પશ્ચિમ મધ્ય અને એની આસપાસના વિસ્તારમાં બંગાળાની ખાડી તરફ પહોંચતા એની તીવ્રતા યથાવત રહેશે