પુણે:પુણેશહેરના લુલ્લા નગર વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગના ઉપરના માળે સ્થિત એક રેસ્ટોરન્ટમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. માર્વેલ વિસ્ટા કોમર્શિયલ બિલ્ડીંગના સાતમા માળે આવેલી વેજીટા રેસ્ટોરન્ટમાં કથિત રીતે આગ લાગી (fire breaks at Pune restaurant) હતી. સવારે 8.15 કલાકે ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.
પુણેની રેસ્ટોરન્ટમાં લાગી વિશાળ આગ, કોઈ જાનહાનિ નહીં - પુણેની રેસ્ટોરન્ટમાં આગ લાગી
મહારાષ્ટ્રના પુણે શહેરના લુલ્લા નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ઉપરના માળે આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ (fire breaks at Pune restaurant) લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર ટેન્ડર અને અનેક પાણીના ટેન્કર ઘટનાસ્થળે હાજર હતા.
પુણેની રેસ્ટોરન્ટમાં લાગી વિશાળ આગ, કોઈ જાનહાનિ થઈ નથી
આગનું કારણ અકબંઘ:આગને કાબુમાં લેવા માટે 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. જો કે, હજુ સુધી કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયું નથી. આ ઉપરાંત આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કથિત રીતે જ્યાં આગ લાગી તે બિલ્ડિંગમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની રેસ્ટોરન્ટ (Zaheer Khan's Restaurant) પણ છે.